Ahmedabad જિલ્લામાં 59 ગ્રામ પંચાયતોમાં સરપંચની 53 બેઠકો પર ચૂંટણી યોજાશે

Jun 20, 2025 - 09:30
Ahmedabad જિલ્લામાં 59 ગ્રામ પંચાયતોમાં સરપંચની 53 બેઠકો પર ચૂંટણી યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

૩૫ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે

પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯ વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે. દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને ૧ વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાશે. ધોલેરા તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૩૫ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.

રામપુરા તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે

ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૨૮ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૨૧ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધોળકા તાલુકામાં ૬ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. દેત્રોજ–રામપુરા તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોમાં, ૧૨ સરપંચની બેઠક અને ૪૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.

જિલ્લામાં કુલ ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો પર ચૂંટણી

સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૬ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. આમ જિલ્લામાં કુલ ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં કુલ ૧૨૫ મતદાન મથકોએ મતદાન થશે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને પોલિંગ સ્ટાફ સહિત કુલ ૧,૧૬૦ કર્મચારીઓ કાર્યરત રહેશે. બાવળા તાલુકામાં ૪૪૪૮ સ્ત્રી મતદારો અને ૪૫૬૬ પુરુષ મતદારો સહિત કુલ ૯૦૧૪ મતદારો નોંધાયેલા છે.

અમદાવાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૩૯૭૪ પુરુષ મતદારો સહિત કુલ ૭૮૯૭ મતદારો નોંધાયેલા

દસક્રોઇ તાલુકામાં ૬૮૨૧ સ્ત્રી મતદારો અને ૬૭૫૮ પુરુષ મતદારો સહિત કુલ ૧૩૫૭૯ મતદારો નોંધાયેલા છે. ધોલેરા તાલુકામાં ૬૯૯૮ સ્ત્રી મતદારો અને ૭૯૮૮ પુરુષ મતદારો સહિત કુલ ૧૪૯૮૬ મતદારો નોંધાયેલા છે. ધંધુકા તાલુકામાં ૬૪૩૮ સ્ત્રી મતદારો અને ૬૮૨૪ પુરુષ મતદારો સહિત કુલ ૧૩૨૬૨ મતદારો નોંધાયેલા છે. વિરમગામ તાલુકામાં ૪૯૯૨ સ્ત્રી મતદારો અને ૪૬૮૯ પુરુષ મતદારો સહિત કુલ ૯૬૮૧ મતદારો નોંધાયેલા છે. માંડલ તાલુકામાં ૩૯૨૩ સ્ત્રી મતદારો અને ૩૯૭૪ પુરુષ મતદારો સહિત કુલ ૭૮૯૭ મતદારો નોંધાયેલા છે.

22 જુનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

ધોળકા તાલુકામાં ૫૭૦૫ સ્ત્રી મતદારો અને ૬૧૭૪ પુરુષ મતદારો સહિત કુલ ૧૧૮૭૯ મતદારો નોંધાયેલા છે. દેત્રોજ – રામપુરા તાલુકામાં ૯૦૧૯ સ્ત્રી મતદારો અને ૯૪૩૨ પુરુષ મતદારો સહિત કુલ ૧૮૪૫૧ મતદારો નોંધાયેલા છે. સાણંદ તાલુકામાં ૭૪૬૩ સ્ત્રી મતદારો અને ૭૫૪૯ પુરુષ મતદારો સહિત કુલ ૧૫૦૧૨ મતદારો નોંધાયેલા છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૫૫,૮૦૭ સ્ત્રી મતદારો, ૫૭,૯૫૪ પુરુષ મતદારો અને કુલ ૧,૧૩,૭૬૧ મતદારો નોંધાયેલા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0