Ahmedabad: જિ.પં.ની પાણી પુરવઠાની કચેરી બંધ રેસ્ટોરાંમાં ટ્રાન્સફર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં પાણી પુરવઠાની કચેરી ટ્રાન્સફર થઈ છે. આ કચેરી એક હોટેલમાં ચાલતી હોવાનો અનુભવ થાય છે.
કચેરી કાર્યરત છે, તેની બહાર રેસ્ટોરન્ટનું બોર્ડ લાગ્યું છે. જે હજી સુધી દૂર કરાયું નથી. કચેરીના સ્ટાફે બોર્ડ માટે કોઈ તસદી લીધી નથી. સ્ટાફમાં પાંચનો સ્ટાફ છે. જે કઈ કામગીરી કરે છે, ક્યાં જાય છે અને આખો દિવસ શું કરે છે ? તેની કોઈ નોંધ લેવાતી નથી. સ્ટાફના લોકો આંટાફેરા કરીને પગાર લઇ રહ્યા છે. જિલ્લા પંચાયતના સ્ટાફમાં પાણી પુરવઠાની કચેરીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જિલ્લા પંચાયતની ચુંટાયેલી પાંખને આમાં કોઈ રસ નથી. સિંચાઈ ચેરમેન તો આવતાં નથી. તેમના બદલે કાકા સસરા જ વહીવટ કરે છે અને નિર્ણય કરે છે અને આદેશ કરે છે. નવા સચિવ કે સ્ટાફને તો મહિલા ચેરમેન કોણ છે, તેની પણ પૂરતી જાણકારી પણ નથી. આવા સંજોગોમાં રેસ્ટોરાંના બોર્ડવાળી જિલ્લા પંચાયતની દુકાનમાં ઊભી કરાયેલી પાણી પુરવઠા કચેરી અંગે પૂરતી જાણકારી ના હોય તે સ્વભાવિક છે. ડીડીઓ રજા પર હોવાથી પાણી પુરવઠાની કચેરીના સ્ટાફને જલસા પડી ગયા છે.આ કચેરીમાં રામ રાજ્ય પ્રજા સુખી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લા પંચાયતમાં કઇ ઓફિસ કઇ રીતે ચાલે છે, તેનું અધિકારીઓ દ્વારા કોઇ મોનીટરીંગ જ થતું નથી. કોઇ પણ નવી ઓફિસ શરૂ થઇ ગયા પછી તેની કામગીરી અંગે કોઇ રિપોર્ટ જ થતો નથી. જિલ્લામાં પાણી માટે સિંચાઇ અને પાણી પૂરવઠાંની કચેરી ઉપરાંત વોટરશેડ વિભાગ પણ કામગીરી કરે છે. દરેક ડિમાર્ટમેન્ટની અલગઅલગ કામગીરી છે. જેની મોટાભાગની જવાબદારી સિંચાઇ ચેરમેનની છે. પરંતુ સિંચાઇના મહિલા ચેરમેનને કોઇ પણ બાબતમાં રસ જ નથી. મહિલા ચેરમેન તો લશ્કર ક્યાં લડે છે, તેની કોઇ જાણકારી નથી. સરકારનો પગારનો વ્યય થાય છે. કારણકે, આ સિવાય ધંધુકા અને ધોળકા તાલુકામાં પણ સિંચાઇ વિભાગમાં ઇજનેર કાર્યરત છે. જેની કામગીરીની કોઇ નોંધ લેવાય છેકે નહીં ? તેની પણ અધિકારી સ્પષ્ટતા કરી શકતા નથી. સિંચાઇ વિભાગનો વહીવટ ખાડે ગયો હોય તેવી ફરિયાદો વધી રહી છે.
What's Your Reaction?






