Ahmedabad: 'જય અંબે', 'હર હર મહાદેવ' અને 'જય રણછોડ'ના ગગનભેદી નારાથી ગૂંજ્યા રાજ્યના દેવસ્થાનો

Nov 10, 2026 - 13:30
Ahmedabad: 'જય અંબે', 'હર હર મહાદેવ' અને 'જય રણછોડ'ના ગગનભેદી નારાથી ગૂંજ્યા રાજ્યના દેવસ્થાનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિક્રમ સંવતના નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના મંગલમય પ્રારંભ સાથે સમગ્ર ગુજરાત આસ્થા, ભક્તિ અને પાવન સંકલ્પોના ત્રિવેણી સંગમમાં તરબતર થઈ ગયું છે. નવા વર્ષના પ્રથમ દિવસે પોતાના જીવનની શુભ શરૂઆત ઇષ્ટદેવના ચરણોમાં શીશ ઝુકાવીને કરવા માટે રાજ્યના ખૂણે-ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ઉમટી પડ્યા હતા. ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજીથી લઈને સૌરાષ્ટ્રના સાગરકાંઠે બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, અરવલ્લીના શામળાજી અને ખેડાના યાત્રાધામ ડાકોર સુધી સર્વત્ર માનવ મહેરામણ છલકાઈ ઊઠ્યો હતો. જયઘોષના ગગનભેદી નારાઓ વચ્ચે તમામ મોટા મંદિરોમાં ભાવિકો માટે સુરક્ષા અને સુચારુ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અંબાજીમાં ભક્તિ સાથે જીવન ઘડતરના અનોખા સંકલ્પ

શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારની મંગળા આરતીથી જ 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નારા ગૂંજી ઊઠ્યા હતા. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ લીધેલા સંકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓએ મા અંબા સમક્ષ શીશ ઝુકાવી ઉત્તમ પરિણામ લાવી કારકિર્દી ઘડવા અને માતા-પિતાનું નામ રોશન કરવાના શપથ લીધા હતા.મહિલાઓએ સ્ત્રી સન્માન, સશક્તિકરણ અને પારિવારિક સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. એક ભાવિક પરિવારે શરીરમાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી પ્રત્યેક દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી મા અંબાના સાનિધ્યમાં જ કરવાનો અડગ પ્રણ લીધો હતો.

મહાદેવના સાનિધ્યમાં સુગમ દર્શનની અનુભૂતિ

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે નવા વર્ષે લાખો ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા સાથે પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના સુચારુ માઈક્રો-મેનેજમેન્ટ અને કતાર વ્યવસ્થાના કારણે ભારે ભીડ હોવા છતાં ભક્તોને કોઈપણ પ્રકારની હાલાકી વગર સરળતાથી દર્શન સુલભ બન્યા હતા.કાળિયા ઠાકરના અનોખા શૃંગાર અને મનોરથ

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન ગદાધર કાળિયા ઠાકરના દર્શને હજારો ભક્તો દૂર-દૂરથી પહોંચ્યા હતા. બેસતા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને અલૌકિક શૃંગાર ધરાવાયો હતો અને દિવસભર વિવિધ દિવ્ય મનોરથોનું આયોજન કરાયું હતું. ભક્તોએ આવનારું વર્ષ સૌ માટે ફળદાયી અને સુખકારી નીવડે તેવી સામૂહિક પ્રાર્થના કરી હતી. રણછોડરાયજીના દર્શન માટે સમય વધારાયો

યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની સવારથી જ 'જય રણછોડ, માખણ ચોર'ના નારાથી ગલીઓ ગૂંજી ઊઠી હતી. રાજાધિરાજ શ્રી રણછોડરાયજીને વિશેષ શૃંગાર ધરાવવામાં આવ્યો હતો. ભક્તોની અવિરત ભીડ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો હતો, જેથી તમામ ભાવિકો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શક્યા હતા.

આ પણ વાંચો: Surat: દિવાળી મનાવવા વતન ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા; 4 દિવસમાં 3 ચોરીથી પોલીસ સામે સવાલો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0