Ahmedabad: જન્માષ્ટમીના પર્વની ઉજવણીને લઈ ઈસ્કોન મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં

અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થશેઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમી ઉજવાશે જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન થશે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શહેરના મંદિરોમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થશે. ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમી ઉજવાશે. ઈસ્કોન મંદિરમાં ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી મગાવવામાં આવ્યા એક સાથે 700 જેટલા ઈસ્કોન સંસ્થાના ક્રિષ્ના મંદિરના દર્શન ઘરે બેઠા થઈ શકશે, જેના માટે ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન થશે, ઈસ્કોન મંદિરમાં ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી મગાવવામાં આવ્યા છે અને તેની અંદાજિત કિંમત 5 લાખ રૂપિયા છે. શહેરના જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમી ઉજવાશે જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર,ઈસ્કોન મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમી ઉજવાશે. ત્યારે ભજન, કીર્તન, ગીતા પઠન સહિતના ભગવાનના ડાન્સ પરર્ફોમન્સનું ઈસ્કોન મંદિરમાં આયોજન કરવામાં આવ્યુ છે. ઈસ્કોન મંદિરમાં વિદેશી ફૂલોથી ભગવાનના પારણાનો શણગાર કરવામાં આવશે. ત્યારે એક દિવસ પહેલા જ મંદિરમાં કૃષ્ણ જન્મ થયો હોય તેવા માહોલ સાથે દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે. શામળાજીમાં ભગવાનના જન્મોત્સવને લઈ ભવ્ય તૈયારીઓ શરૂ યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે શામળાજીમાં પણ ભગવાનના જન્મોત્સવને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈને તમામ નાની નાની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. 100થી વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવશે. નગરમાં શોભાયાત્રા દરમિયાન 100થી વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ 'નંદ ઘેર આંનદ ભયો જય કનૈયાલાલ કી'ના નાદ સાથે મટકી ફોડવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Ahmedabad: જન્માષ્ટમીના પર્વની ઉજવણીને લઈ ઈસ્કોન મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થશે
  • ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમી ઉજવાશે
  • જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન થશે

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શહેરના મંદિરોમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થશે. ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમી ઉજવાશે.

ઈસ્કોન મંદિરમાં ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી મગાવવામાં આવ્યા

એક સાથે 700 જેટલા ઈસ્કોન સંસ્થાના ક્રિષ્ના મંદિરના દર્શન ઘરે બેઠા થઈ શકશે, જેના માટે ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન થશે, ઈસ્કોન મંદિરમાં ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી મગાવવામાં આવ્યા છે અને તેની અંદાજિત કિંમત 5 લાખ રૂપિયા છે.

શહેરના જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમી ઉજવાશે

જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર,ઈસ્કોન મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમી ઉજવાશે. ત્યારે ભજન, કીર્તન, ગીતા પઠન સહિતના ભગવાનના ડાન્સ પરર્ફોમન્સનું ઈસ્કોન મંદિરમાં આયોજન કરવામાં આવ્યુ છે. ઈસ્કોન મંદિરમાં વિદેશી ફૂલોથી ભગવાનના પારણાનો શણગાર કરવામાં આવશે. ત્યારે એક દિવસ પહેલા જ મંદિરમાં કૃષ્ણ જન્મ થયો હોય તેવા માહોલ સાથે દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે.

શામળાજીમાં ભગવાનના જન્મોત્સવને લઈ ભવ્ય તૈયારીઓ શરૂ

યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે શામળાજીમાં પણ ભગવાનના જન્મોત્સવને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈને તમામ નાની નાની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે.

100થી વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે

યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવશે. નગરમાં શોભાયાત્રા દરમિયાન 100થી વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ 'નંદ ઘેર આંનદ ભયો જય કનૈયાલાલ કી'ના નાદ સાથે મટકી ફોડવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.