અકસ્માતમાં ઈજાગ્રસ્ત અજાણ્યા આધેડનું સારવાર દરમિયાન મોત

- મૃતકની ઓળખ કરવા પોલીસની કવાયત  - પીજ ઓવરબ્રિજ પર 15 દિવસ પહેલા અજાણ્યા વાહને અકસ્માત સર્જ્યો હતોનડિયાદ : નેશનલ હાઇવે નં.-૪૮ પીજ ઓવર બ્રીજ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા પુરુષનું લાંબી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અજાણ્યા મૃતકની ઓળખ થઈ નથી.નેશનલ હાઈવે પર પીજ ઓવર બ્રિજ ઉપરથી તા.૧૨/૯/૨૪ની રાત્રિના અઢી વાગ્યે આશરે ૫૫ વર્ષનો અજાણ્યો પુરુષ પસાર થતો હતો. ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક તેને ટક્કર મારી નાસી ગયો હતો. બનાવની જાણ થતા વસો પોલીસે અજાણ્યા પુરુષને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અજાણ્યા પુરુષની લાશ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે. જેની ઓળખ થઈ નથી. આ અંગે વસો પોલીસ તપાસ કરી રહી છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત અજાણ્યા આધેડનું સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મૃતકની ઓળખ કરવા પોલીસની કવાયત  

- પીજ ઓવરબ્રિજ પર 15 દિવસ પહેલા અજાણ્યા વાહને અકસ્માત સર્જ્યો હતો

નડિયાદ : નેશનલ હાઇવે નં.-૪૮ પીજ ઓવર બ્રીજ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા પુરુષનું લાંબી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અજાણ્યા મૃતકની ઓળખ થઈ નથી.

નેશનલ હાઈવે પર પીજ ઓવર બ્રિજ ઉપરથી તા.૧૨/૯/૨૪ની રાત્રિના અઢી વાગ્યે આશરે ૫૫ વર્ષનો અજાણ્યો પુરુષ પસાર થતો હતો. ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક તેને ટક્કર મારી નાસી ગયો હતો. બનાવની જાણ થતા વસો પોલીસે અજાણ્યા પુરુષને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અજાણ્યા પુરુષની લાશ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે. જેની ઓળખ થઈ નથી. આ અંગે વસો પોલીસ તપાસ કરી રહી છે.