Ahmedabad : ચોમાસું માથે છતાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મીંડું, કેચપીટો જામ થતાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે બેસી શકે તેમ છે, ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું માથે હોવા છતાં તંત્ર જાગ્યું નથી. આખું વર્ષ ઊંઘતું ઝડપાયેલું તંત્ર હવે છેલ્લી ઘડીએ પ્રિ-મોન્સૂન કામગીરી કરવા દોડી રહ્યું છે, જેના કારણે સફાઈની પોલ તો ખુલી જ છે, સાથે જ શહેરીજનોએ ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
તમામ કેચપીટો કચરાથી સંપૂર્ણપણે જામ
શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો, સંજીવની હોસ્પિટલથી લઈને NFD સર્કલ તરફ જવાના માર્ગ પર આવેલી લગભગ તમામ કેચપીટો કચરાથી સંપૂર્ણપણે જામ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ના તો આ કેચપીટ ખોલીને અંદરનો કચરો સાફ કરવામાં આવ્યો છે, ના તો તેના ઢાંકણા પર જામેલી માટી હટાવવામાં આવી છે. જો પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ આ કેચપીટો સાફ ન થાય, તો પ્રથમ વરસાદમાં જ આ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાની અને વાહનચાલકો ફસાવાની પૂરેપૂરી શક્યતા છે.
વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તરફના માર્ગ પર છેલ્લી ઘડીએ ખોદકામ
બીજી તરફ, તંત્રની આવી જ બેદરકારી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તરફના માર્ગ પર પણ જોવા મળી છે. આખું વર્ષ આ રોડના સમારકામ કે સફાઈની કોઈ તસ્દી લેવાઈ નહોતી, પણ હવે છેલ્લી ઘડીએ ખોદકામ શરૂ કરાતાં વન-વે જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવતા આ વ્યસ્ત રોડ પર દૈનિક 10,000 થી વધુ વાહનચાલકો ટ્રાફિક જામની ભયાનક સમસ્યાનો ભોગ બની રહ્યા છે. પિક-અવર્સ (ઓફિસના સમયે) માં સ્થિતિ વધુ ખરાબ થાય છે. દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ
અમદાવાદીઓનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના નામે દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ થાય છે, છતાં સામાન્ય વરસાદમાં પણ શહેર 'વેનિસ' બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી જનતાએ ફરી એકવાર પાણીમાં ડૂબવા તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: સુરતના ભૂતિયા ડિમોલેશન મામલામાં દોષિતો સામે 14 દિવસ પછી પણ કોઇ કાર્યવાહી નહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

