Ahmedabad: ગોતાના સેવન્થ એવન્યૂના ઘરમાં આગ,બીમાર વૃદ્ધનું દાઝી ગયા બાદ ગૂંગળામણથી મોત

ગોતામાં આવેલા સેવન્થ એવન્યૂના સી બ્લોકમાં સાતમા માળે ઘરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. તેમજ ઘરમાં રહેલ બીમાર વૃદ્ધ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને ધુમાડામાં ગુગળામણથી બેભાન થઈ ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.ગોતામાં પાણીની ટાંકી પાસે આવેલ સેવન્થ એવન્યૂના બ્લોક સીમાં સાતમાં માળે ઘર નં- 704ના બેડરૂમમાં ઇલેક્ટ્રિક ડકની બાજુમાં વાયરમાં ગુરૂવારે સાંજે 4.50 વાગ્યે આગ લાગતા અફ્રાતફરી મચી ગઇ હતી. જ્યારે ઘરમાં પરચૂરણ સામાન આગની ઝપેટમાં આવી જતા ધૂમાડો સમગ્ર ફ્લેટમાં ફેલાયો હતો. જેથી આસપાસના રહીશો નીચે ઉતરી ગયા હતા. તેમજ ઘરમાં રહેતા બિમાર વૃદ્ધ 68 વર્ષીય જયેશભાઇ પારેખ અને એક મહિલા ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે જયેશભાઇ બીમાર હોવાથી તેઓ તાત્કાલિક દોડી શક્યા ન હતા અને થોડા દાઝી જતા અને ધૂમાડામાં ગૂંગળાઇ જતા દરવાજા સુધી પહોંચતા બેભાન થઇને પડયા હતા. આસપાસના લોકોએ ફાયરબ્રિગ્રેડને જાણ કરી હતી. બીજી તરફ્ બેભાન વૃદ્ધને બહાર કાઢયા હતા. ફાયરની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ બેભાન જયેશભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલતા તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઉપરાંત પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.ફ્લેટમાં ફાયરસેફ્ટીના સાધનો હતા પરંતુ બંધ હાલતમાં હતા ફાયરબ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવા માટે ફ્લેટમાં રહેલ ફાયરસેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા જતા બંધ હાલતમાં હતા. જ્યારે સાધનો હતા પરંતુ તેની પર ધૂળ ચઢેલી દેખાતી હતી. જ્યારે ફાયર વિભાગ દ્વારા હાલમાં તમામ બાબતોને લઇને તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવશે ફ્લેટમાં આગ લાગી ત્યારે ફાયરસેફ્ટીના સાધનો કામ કરતા ન હતા. તેને લઇને ફાયર વિભાગ દ્વારા ફ્લેટના સત્તાધીશોને કારણદર્શન નોટિસ આપશે. તેમજ ફાયર એનઓસી, સાધનો સહિત તમામ બાબતોની તપાસ કરાશે. કાંકરિયા પાસે પશુપતિ ક્લોથ માર્કેટના ગોડાઉનમાં આગ લાગી કાંકરિયા બિઝ બઝાર પાસે અંકુર મિલ કંમ્પાઉન્ડમાં આવેલ પશુપતિ ક્લોથ માર્કેટ નામના ગોડાઉનમાં ગુરૂવારે સાંજે 4.30 વાગ્યે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયરબ્રિગ્રેડને ઘટનાની જાણ કરતા ફાયરની 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આસપાસના ગોડાઉનો ખાલી કરાવ્યા હતા. તેમજ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. ત્યારે બેઝમેન્ટમાં આવેલ ગોડાઉનમાં કપડાનો માલસામાન હોવાથી બળીને ખાખ થઇ ગયુ હતુ. તેમજ આગના ધુમાડા એક કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરની ટીમે બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Ahmedabad: ગોતાના સેવન્થ એવન્યૂના ઘરમાં આગ,બીમાર વૃદ્ધનું દાઝી ગયા બાદ ગૂંગળામણથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોતામાં આવેલા સેવન્થ એવન્યૂના સી બ્લોકમાં સાતમા માળે ઘરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. તેમજ ઘરમાં રહેલ બીમાર વૃદ્ધ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને ધુમાડામાં ગુગળામણથી બેભાન થઈ ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

ગોતામાં પાણીની ટાંકી પાસે આવેલ સેવન્થ એવન્યૂના બ્લોક સીમાં સાતમાં માળે ઘર નં- 704ના બેડરૂમમાં ઇલેક્ટ્રિક ડકની બાજુમાં વાયરમાં ગુરૂવારે સાંજે 4.50 વાગ્યે આગ લાગતા અફ્રાતફરી મચી ગઇ હતી. જ્યારે ઘરમાં પરચૂરણ સામાન આગની ઝપેટમાં આવી જતા ધૂમાડો સમગ્ર ફ્લેટમાં ફેલાયો હતો. જેથી આસપાસના રહીશો નીચે ઉતરી ગયા હતા. તેમજ ઘરમાં રહેતા બિમાર વૃદ્ધ 68 વર્ષીય જયેશભાઇ પારેખ અને એક મહિલા ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે જયેશભાઇ બીમાર હોવાથી તેઓ તાત્કાલિક દોડી શક્યા ન હતા અને થોડા દાઝી જતા અને ધૂમાડામાં ગૂંગળાઇ જતા દરવાજા સુધી પહોંચતા બેભાન થઇને પડયા હતા. આસપાસના લોકોએ ફાયરબ્રિગ્રેડને જાણ કરી હતી. બીજી તરફ્ બેભાન વૃદ્ધને બહાર કાઢયા હતા. ફાયરની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ બેભાન જયેશભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલતા તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઉપરાંત પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

ફ્લેટમાં ફાયરસેફ્ટીના સાધનો હતા પરંતુ બંધ હાલતમાં હતા

ફાયરબ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવા માટે ફ્લેટમાં રહેલ ફાયરસેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા જતા બંધ હાલતમાં હતા. જ્યારે સાધનો હતા પરંતુ તેની પર ધૂળ ચઢેલી દેખાતી હતી. જ્યારે ફાયર વિભાગ દ્વારા હાલમાં તમામ બાબતોને લઇને તપાસ શરૂ કરી છે.

ફાયર વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવશે

ફ્લેટમાં આગ લાગી ત્યારે ફાયરસેફ્ટીના સાધનો કામ કરતા ન હતા. તેને લઇને ફાયર વિભાગ દ્વારા ફ્લેટના સત્તાધીશોને કારણદર્શન નોટિસ આપશે. તેમજ ફાયર એનઓસી, સાધનો સહિત તમામ બાબતોની તપાસ કરાશે.

કાંકરિયા પાસે પશુપતિ ક્લોથ માર્કેટના ગોડાઉનમાં આગ લાગી

કાંકરિયા બિઝ બઝાર પાસે અંકુર મિલ કંમ્પાઉન્ડમાં આવેલ પશુપતિ ક્લોથ માર્કેટ નામના ગોડાઉનમાં ગુરૂવારે સાંજે 4.30 વાગ્યે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયરબ્રિગ્રેડને ઘટનાની જાણ કરતા ફાયરની 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આસપાસના ગોડાઉનો ખાલી કરાવ્યા હતા. તેમજ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. ત્યારે બેઝમેન્ટમાં આવેલ ગોડાઉનમાં કપડાનો માલસામાન હોવાથી બળીને ખાખ થઇ ગયુ હતુ. તેમજ આગના ધુમાડા એક કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરની ટીમે બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.