Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતના છેલ્લા નવ માસમાં 1.19 લાખથી વધુ કેસ
ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 એમ નવ મહિનામાં માર્ગ અકસ્માતના 1,19,220 એટલે કે રોજના 441 અકસ્માતના કોલ્સ નોંધાયા છે, ગત વર્ષના આ સમય ગાળા કરતાં ગુજરાતમાં 2.76 ટકા કેસ વધ્યા છે, ગત વર્ષે 1,16,020 એટલે કે રોજના 429 કોલ્સ મળ્યા હતા.આ આંકડા માત્ર 108 એમ્બ્યુલન્સ સર્વિસના છે, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, એ જ રીતે અમદાવાદમાં વર્ષ 2024ના નવ માસમાં 20,159 કેસ મળ્યા છે, જે ગત વર્ષના 19,122 કરતાં 5.42 ટકા વધારે છે. અમદાવાદમાં રોજના 74થી 75 જેટલા અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે. જે ગત વર્ષે વર્ષ 2023ના નવ માસમાં 70 જેટલા કેસ હતા. છેલ્લે સામાન્ય દિવસો કરતાં નવરાત્રિના અરસામાં મોડી રાતે ટ્રાફિકની વધુ અવર જવર હતી ત્યારે અકસ્માતના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. વર્ષ 2021-22ના એક સરકારી રિપોર્ટ પ્રમાણે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 2.89 કરોડ વાહનો નોંધણી થયેલા છે. સમગ્ર દેશમાં ચોથું સૌથી વધુ વાહનો (8.5 ટકા) ધરાવતું રાજ્ય ગુજરાત છે. અક્સમાતના મોટા ભાગના કેસ ઓવર સ્પીડિંગના કારણે બને છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 એમ નવ મહિનામાં માર્ગ અકસ્માતના 1,19,220 એટલે કે રોજના 441 અકસ્માતના કોલ્સ નોંધાયા છે, ગત વર્ષના આ સમય ગાળા કરતાં ગુજરાતમાં 2.76 ટકા કેસ વધ્યા છે, ગત વર્ષે 1,16,020 એટલે કે રોજના 429 કોલ્સ મળ્યા હતા.
આ આંકડા માત્ર 108 એમ્બ્યુલન્સ સર્વિસના છે, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, એ જ રીતે અમદાવાદમાં વર્ષ 2024ના નવ માસમાં 20,159 કેસ મળ્યા છે, જે ગત વર્ષના 19,122 કરતાં 5.42 ટકા વધારે છે. અમદાવાદમાં રોજના 74થી 75 જેટલા અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે. જે ગત વર્ષે વર્ષ 2023ના નવ માસમાં 70 જેટલા કેસ હતા. છેલ્લે સામાન્ય દિવસો કરતાં નવરાત્રિના અરસામાં મોડી રાતે ટ્રાફિકની વધુ અવર જવર હતી ત્યારે અકસ્માતના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. વર્ષ 2021-22ના એક સરકારી રિપોર્ટ પ્રમાણે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 2.89 કરોડ વાહનો નોંધણી થયેલા છે. સમગ્ર દેશમાં ચોથું સૌથી વધુ વાહનો (8.5 ટકા) ધરાવતું રાજ્ય ગુજરાત છે. અક્સમાતના મોટા ભાગના કેસ ઓવર સ્પીડિંગના કારણે બને છે.