Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ અગાઉ થયેલા યુવકના મોતની મિસ્ટ્રી ઉકેલી

ચાર વર્ષ અગાઉ થયેલા યુવકના મોતની મિસ્ટરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધી છે.. યુવકે ન તો આત્મહત્યા કરી, કે ન તેની હત્યા કરવામાં આવી... પરંતુ તેના મોતને લઈને પોલીસ પણ દુવિધામાં મુકાઈ છે.. કે આખરે યુવકના મોત ના મામલે કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી. જેથી ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસને રિપોર્ટ કરી કાર્યવાહી કરવા સૂચન કર્યું છે...12માર્ચ 2020ના રોજ અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ઓડ ગામમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવકના મૃતદેહ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેને મોટી સફળતા હાથ લાગી છે. મૃતક અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી જેમાં યુવક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા મૃતકનું નામ નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું, જે અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરી જીવન જીવતો હતો. પરંતુ તેના મોત મામલે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે નિલેશનું મૃત્યુ તો થયું, પરંતુ તેની મોત માટે જવાબદાર કોઈ નથી, એટલે કે ન તો તેણે આત્મહત્યા કરી છે કે ન કોઈએ તેની હત્યા કરી છે. ત્યારે સમગ્ર હકીકત જાણતા હોવા છતાં પોલીસ નિલેશના મોત મામલે કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવી તેની અસમંજસમાં સપડાઈ છે. કેસ મામલે એક મહિલા સહિત કુલ 6 લોકોની માહિતી સામે આવી નિલેશના મોત મામલે તપાસ કરતા પોલીસના રડારમાં એક મહિલા સહિત કુલ 6 લોકોની માહિતી સામે આવી. જેમાં ભારતી જૈન, પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભૂરો કોષ્ટી, કમલેશ સોલંકી, રાકેશ કોષ્ટી અને જીગ્નેશ સોલંકીના નામ અને વિગતો સામે આવી છે. જેમાં ભારતી જૈન નામની મહિલાને રૂપિયા 24 લાખનું દેવું થતા તેણે ચોરીનો એક પ્લાન બનાવ્યો. જેમાં એક વૃદ્ધને બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેના ઘરમાં ચોરીનું કાવતરું ઘડ્યું. જેમાં ઉપરોક્ત તમામ વ્યક્તિઓની મદદ લેવામાં આવી હતી. શાહીબાગમાં નિલેશના ગુમ થવાની જાણવા જોગ નોંધાઈ હતી જોકે વૃદ્ધને બેભાન કરવા માટે દવા પ્રવીણ દુબે લાવ્યો હતો. પરંતુ ચોરી કરવા માટે કોઈપણ વ્યક્તિ તૈયાર ન થતા આખરે મૃતક નિલેશને બોલાવવામાં આવ્યો અને નિલેશે ચોરી પહેલા બેભાન થવાની દવાની અસર કેટલો સમય રહે છે, તે જાણવા માટે જાતે જ ઈન્જેક્શન લીધું. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરંતુ નિલેશનું મોત થતા તમામ આ લોકોએ એકબીજાનો સંપર્ક કરી મૃતદેહને અસલાલી પાસે બિનવારસ છોડી દીધો હતો. જે અંગે અસલાલીમાં અકસ્માતે મોત અને શાહીબાગમાં નિલેશના ગુમ થવાની જાણવા જોગ નોંધાઈ હતી. નિલેશના મોત મામલે શું કાર્યવાહી કરવી તે અંગે પોલીસ પણ અવઢવમાં ક્રાઈમ બ્રાન્ચે નિલેશના મોત મામલે તમામ લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા, પરંતુ તેના મોત મામલે કોઈ પણ વ્યક્તિ જવાબદાર ન હોવાનું સામે આવ્યું એટલે કે ન તો નિલેશને મારવાના ઈરાદે ઈન્જેક્શન આપવામાં આવ્યું કે નિલેશને ઈન્જેક્શન લેવા માટે દબાણ કરવામાં આવ્યું. તેમ છતાં નિલેશનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ચાર વર્ષ પહેલાં નોંધાયેલી અકસ્માતે મોત અને ગુમ થવાની જાણવા જોગનો પોલીસે ભેદ ઉકેલ્યો, પરંતુ નિલેશના મોત મામલે કઈ અને શું કાર્યવાહી કરવી તે અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવુ મહત્વનું છે.

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ અગાઉ થયેલા યુવકના મોતની મિસ્ટ્રી ઉકેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચાર વર્ષ અગાઉ થયેલા યુવકના મોતની મિસ્ટરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધી છે.. યુવકે ન તો આત્મહત્યા કરી, કે ન તેની હત્યા કરવામાં આવી... પરંતુ તેના મોતને લઈને પોલીસ પણ દુવિધામાં મુકાઈ છે.. કે આખરે યુવકના મોત ના મામલે કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી. જેથી ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસને રિપોર્ટ કરી કાર્યવાહી કરવા સૂચન કર્યું છે...

12માર્ચ 2020ના રોજ અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ઓડ ગામમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવકના મૃતદેહ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેને મોટી સફળતા હાથ લાગી છે.

મૃતક અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી

જેમાં યુવક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા મૃતકનું નામ નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું, જે અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરી જીવન જીવતો હતો. પરંતુ તેના મોત મામલે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે નિલેશનું મૃત્યુ તો થયું, પરંતુ તેની મોત માટે જવાબદાર કોઈ નથી, એટલે કે ન તો તેણે આત્મહત્યા કરી છે કે ન કોઈએ તેની હત્યા કરી છે. ત્યારે સમગ્ર હકીકત જાણતા હોવા છતાં પોલીસ નિલેશના મોત મામલે કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવી તેની અસમંજસમાં સપડાઈ છે.

કેસ મામલે એક મહિલા સહિત કુલ 6 લોકોની માહિતી સામે આવી

નિલેશના મોત મામલે તપાસ કરતા પોલીસના રડારમાં એક મહિલા સહિત કુલ 6 લોકોની માહિતી સામે આવી. જેમાં ભારતી જૈન, પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભૂરો કોષ્ટી, કમલેશ સોલંકી, રાકેશ કોષ્ટી અને જીગ્નેશ સોલંકીના નામ અને વિગતો સામે આવી છે. જેમાં ભારતી જૈન નામની મહિલાને રૂપિયા 24 લાખનું દેવું થતા તેણે ચોરીનો એક પ્લાન બનાવ્યો. જેમાં એક વૃદ્ધને બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેના ઘરમાં ચોરીનું કાવતરું ઘડ્યું. જેમાં ઉપરોક્ત તમામ વ્યક્તિઓની મદદ લેવામાં આવી હતી.

શાહીબાગમાં નિલેશના ગુમ થવાની જાણવા જોગ નોંધાઈ હતી

જોકે વૃદ્ધને બેભાન કરવા માટે દવા પ્રવીણ દુબે લાવ્યો હતો. પરંતુ ચોરી કરવા માટે કોઈપણ વ્યક્તિ તૈયાર ન થતા આખરે મૃતક નિલેશને બોલાવવામાં આવ્યો અને નિલેશે ચોરી પહેલા બેભાન થવાની દવાની અસર કેટલો સમય રહે છે, તે જાણવા માટે જાતે જ ઈન્જેક્શન લીધું. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરંતુ નિલેશનું મોત થતા તમામ આ લોકોએ એકબીજાનો સંપર્ક કરી મૃતદેહને અસલાલી પાસે બિનવારસ છોડી દીધો હતો. જે અંગે અસલાલીમાં અકસ્માતે મોત અને શાહીબાગમાં નિલેશના ગુમ થવાની જાણવા જોગ નોંધાઈ હતી.

નિલેશના મોત મામલે શું કાર્યવાહી કરવી તે અંગે પોલીસ પણ અવઢવમાં

ક્રાઈમ બ્રાન્ચે નિલેશના મોત મામલે તમામ લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા, પરંતુ તેના મોત મામલે કોઈ પણ વ્યક્તિ જવાબદાર ન હોવાનું સામે આવ્યું એટલે કે ન તો નિલેશને મારવાના ઈરાદે ઈન્જેક્શન આપવામાં આવ્યું કે નિલેશને ઈન્જેક્શન લેવા માટે દબાણ કરવામાં આવ્યું. તેમ છતાં નિલેશનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ચાર વર્ષ પહેલાં નોંધાયેલી અકસ્માતે મોત અને ગુમ થવાની જાણવા જોગનો પોલીસે ભેદ ઉકેલ્યો, પરંતુ નિલેશના મોત મામલે કઈ અને શું કાર્યવાહી કરવી તે અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવુ મહત્વનું છે.