Ahmedabad: કુખ્યાત આરોપી ધમા બારડનું નામ ફરી પોલીસ ચોપડે, પોલીસે કાર્યવાહી હાથધરી
અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય અને કાયદાનો કોઈ ડર ન હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં જ અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ હુમલો કરનાર પણ કુખ્યાત આરોપી ધમા બારડનું નામ ફરી એક વખત પોલીસ ચોપડે નોંધાયું છે.સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ ધમા બારડની સંડોવણી સામે આવી ત્યારે આ બનાવને લઈને નરોડા અને કૃષ્ણનગર બંને પોલીસ મથકે અલગ અલગ ફરિયાદો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજીત ઉર્ફે ડોલર રાઠોડનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં અપહરણ કરી માર મારનાર મુખ્ય આરોપી તરીકે માથાભારે અને સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ ધમા બારડની સંડોવણી સામે આવી છે. જો બનાવવાની વાત કરીએ તો અજીત રાઠોડ પોતાની ગાડી લઈને ઘર તરફ આવતો હતો, તે સમયે મર્સિડીઝ ગાડીમાં બેઠેલા કેટલાક યુવકોએ ગાડીની ડીપર કેમ ચલાવી તેમ કંઈ હુમલો કર્યો હતો અને તે સમયે ગાડીમાં હાજર યુવકે ધમા બારડને જાણ કરતા અન્ય ગાડીમાં ધમો તથા તેના કેટલાક સાગરીતો આવી પહોંચ્યા અને અજીત ઉર્ફે ડોલર પર હુમલો કરી તેની જ ગાડીમાં તેનું અપહરણ કરી પાશ્વનાથ કેનાલ પાસે આવેલા પેન્શન બંધુ ઓફિસ પાસે લઈ જઈ તેને માર માર્યો હતો. જે અંગે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અજીત ઉર્ફે ડોલરને માર મારવામાં આવ્યો આરોપીઓએ ગાડીઓની તોડફોડ કરી હતી અને અજીત ઉર્ફે ડોલરને લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. એટલે કે પેન્શન બંધુ ઓફિસની બાજુમાં ગેરેજ ચલાવતા યુવકની ગાડીઓ પર તોડફોડ કરવામાં આવી હતી. જોકે જે મર્સિડીઝ ગાડીમાં તોડફોડ થઈ છે તે ગાડી આરોપીઓની હોવાથી અજીતના પિતા કિશોર તથા તેની સાથે આવેલા ચારેક લોકોએ આ તોડફોડ કરી હતી. એટલે કે ગાડીની ડીપર ચલાવવાથી શરૂ થયેલી તકરારમાં અપહરણ, મારામારી અને વાહનોની તોડફોડ સુધી બે જુથો અમને સામને આવી ગયા હતા. જે ગાડીઓની તોડફોડ કરવામાં આવી તે અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. જો કે તે ગુનાના આરોપી પણ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી. એક તરફ બંને કુખ્યાત અને માથાભારે આરોપીઓની ગેંગવોર અને બીજી તરફ બનાવ સ્થળે હાજર રહેલી પોલીસની બેદરકારીએ પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. જેથી બનાવ સ્થળે હાજર રહેલી પીસીઆર વાનમાં હાજર પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ માત્ર ડીપર ચાલુ કરવાની બાબતે આ તકરાર હતી કે પછી બંને ગેંગ વચ્ચે કોઈ વોર શરૂ થયા છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય અને કાયદાનો કોઈ ડર ન હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં જ અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ હુમલો કરનાર પણ કુખ્યાત આરોપી ધમા બારડનું નામ ફરી એક વખત પોલીસ ચોપડે નોંધાયું છે.
સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ ધમા બારડની સંડોવણી સામે આવી
ત્યારે આ બનાવને લઈને નરોડા અને કૃષ્ણનગર બંને પોલીસ મથકે અલગ અલગ ફરિયાદો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજીત ઉર્ફે ડોલર રાઠોડનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં અપહરણ કરી માર મારનાર મુખ્ય આરોપી તરીકે માથાભારે અને સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ ધમા બારડની સંડોવણી સામે આવી છે.
જો બનાવવાની વાત કરીએ તો અજીત રાઠોડ પોતાની ગાડી લઈને ઘર તરફ આવતો હતો, તે સમયે મર્સિડીઝ ગાડીમાં બેઠેલા કેટલાક યુવકોએ ગાડીની ડીપર કેમ ચલાવી તેમ કંઈ હુમલો કર્યો હતો અને તે સમયે ગાડીમાં હાજર યુવકે ધમા બારડને જાણ કરતા અન્ય ગાડીમાં ધમો તથા તેના કેટલાક સાગરીતો આવી પહોંચ્યા અને અજીત ઉર્ફે ડોલર પર હુમલો કરી તેની જ ગાડીમાં તેનું અપહરણ કરી પાશ્વનાથ કેનાલ પાસે આવેલા પેન્શન બંધુ ઓફિસ પાસે લઈ જઈ તેને માર માર્યો હતો. જે અંગે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અજીત ઉર્ફે ડોલરને માર મારવામાં આવ્યો
આરોપીઓએ ગાડીઓની તોડફોડ કરી હતી અને અજીત ઉર્ફે ડોલરને લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. એટલે કે પેન્શન બંધુ ઓફિસની બાજુમાં ગેરેજ ચલાવતા યુવકની ગાડીઓ પર તોડફોડ કરવામાં આવી હતી. જોકે જે મર્સિડીઝ ગાડીમાં તોડફોડ થઈ છે તે ગાડી આરોપીઓની હોવાથી અજીતના પિતા કિશોર તથા તેની સાથે આવેલા ચારેક લોકોએ આ તોડફોડ કરી હતી. એટલે કે ગાડીની ડીપર ચલાવવાથી શરૂ થયેલી તકરારમાં અપહરણ, મારામારી અને વાહનોની તોડફોડ સુધી બે જુથો અમને સામને આવી ગયા હતા. જે ગાડીઓની તોડફોડ કરવામાં આવી તે અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. જો કે તે ગુનાના આરોપી પણ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી.
એક તરફ બંને કુખ્યાત અને માથાભારે આરોપીઓની ગેંગવોર અને બીજી તરફ બનાવ સ્થળે હાજર રહેલી પોલીસની બેદરકારીએ પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. જેથી બનાવ સ્થળે હાજર રહેલી પીસીઆર વાનમાં હાજર પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ માત્ર ડીપર ચાલુ કરવાની બાબતે આ તકરાર હતી કે પછી બંને ગેંગ વચ્ચે કોઈ વોર શરૂ થયા છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.