Ahmedabad: કચરો ફેંકવા બાબતે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો, મહિલાઓના માથા ફોડ્યા

અમદાવાદમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે. શહેરના નારોલ વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના બનાવ બન્યો હતો. કચરો ફેંકવા મુદ્દે માથા ફોડ્યાની ઘટના સામે આવી છે.4 મહિલા સહિત 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી શહેરના નારોલ વિસ્તારમાં નાની બાબતમાં મારામારીનો બનાવ બન્યો હતો. મદનીપાર્ક સોસાયટીમાં વહેલી સવારે આ બનાવ બન્યો હતો. જેમાં કચરો ફેંકવા બાબતે 8થી 10 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં 4 મહિલા સહિત 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. કચરો ફેંકવાની બાબતમાં મહિલાઓના માથા ફોડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે નારોલ પોલીસે સામ સામે ગુનો નોંધીને કડક તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં મારામારી તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. દુકાન આગળ રીક્ષા પાર્ક કરવા મુદ્દે મારામારીની ઘટના બની હતી અને ઉગ્ર તકરાર બાદ પાડોશીએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. લાકડીઓ અને પાઈપથી દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના CCTV પણ સામે આવ્યા હતા અને મેઘાણીનગર પોલીસે તેને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. હળવદમાં ભુંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ હળવદમાં ભુંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું, જેમાં ફિલ્મી સ્ટાઈલમાં સામસામે બોલેરો ગાડી અથડાવી અને ત્યારબાદ ધોકાવાળી કરી હતી. શહેરના ભવાની નગર વિસ્તારમાં માથાકૂટ થઈ હતી. 10થી વધુ લોકોએ ધોકા પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પક્ષના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાંકાનેરમાં ભુંડ પકડનારા હળવદમાં આવતા માથાકૂટ થઈ હતી. હાલમાં ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

Ahmedabad: કચરો ફેંકવા બાબતે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો, મહિલાઓના માથા ફોડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે. શહેરના નારોલ વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના બનાવ બન્યો હતો. કચરો ફેંકવા મુદ્દે માથા ફોડ્યાની ઘટના સામે આવી છે.

4 મહિલા સહિત 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી

શહેરના નારોલ વિસ્તારમાં નાની બાબતમાં મારામારીનો બનાવ બન્યો હતો. મદનીપાર્ક સોસાયટીમાં વહેલી સવારે આ બનાવ બન્યો હતો. જેમાં કચરો ફેંકવા બાબતે 8થી 10 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં 4 મહિલા સહિત 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. કચરો ફેંકવાની બાબતમાં મહિલાઓના માથા ફોડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે નારોલ પોલીસે સામ સામે ગુનો નોંધીને કડક તપાસ હાથ ધરી છે.

અમદાવાદના મેઘાણીનગરમાં મારામારી

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. દુકાન આગળ રીક્ષા પાર્ક કરવા મુદ્દે મારામારીની ઘટના બની હતી અને ઉગ્ર તકરાર બાદ પાડોશીએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. લાકડીઓ અને પાઈપથી દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના CCTV પણ સામે આવ્યા હતા અને મેઘાણીનગર પોલીસે તેને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદમાં ભુંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ

હળવદમાં ભુંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું, જેમાં ફિલ્મી સ્ટાઈલમાં સામસામે બોલેરો ગાડી અથડાવી અને ત્યારબાદ ધોકાવાળી કરી હતી. શહેરના ભવાની નગર વિસ્તારમાં માથાકૂટ થઈ હતી. 10થી વધુ લોકોએ ધોકા પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પક્ષના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાંકાનેરમાં ભુંડ પકડનારા હળવદમાં આવતા માથાકૂટ થઈ હતી. હાલમાં ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.