Ahmedabad એરપોર્ટ પર રૂ. 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટારૂ પોલીસકર્મી સહિત 2 આરોપી ઝબ્બે

Aug 1, 2026 - 16:00
Ahmedabad એરપોર્ટ પર રૂ. 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટારૂ પોલીસકર્મી સહિત 2 આરોપી ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી રૂપિયા 75 લાખના સોનાની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લૂંટનો ભેદ ઉકેલાતાં ખુદ ખાખી વર્ધી જ ડાઘાદાર સાબિત થઈ છે. આ ગુનામાં ડાંગ હેડક્વાર્ટરના પોલીસકર્મી કૃપારાવ દેવૈયાની મુખ્ય સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, આ સમગ્ર કાવતરામાં મદદગારી કરનાર નટવર પરમાર નામના શખ્સને પણ પોલીસે દબોચી લીધો છે.

મહિલા પોલીસના પતિ અને અન્ય પોલીસકર્મીઓની કાળી કરતૂત

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો ચોંકાવનારા છે. આ લૂંટ મુકેશ અને મહિપાલ નામના પોલીસકર્મીઓની મદદથી અંજામ આપવામાં આવી હતી. એટલું જ નહીં, તપાસ દરમિયાન એક મહિલા પોલીસકર્મીના પતિની પણ આ લૂંટના કાવતરામાં સીધી સંડોવણી ખુલી છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપીઓ ઝબ્બે થયા બાદ હવે આ લૂંટ કેસમાં સંકળાયેલા અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ગુનામાં સામેલ કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે તેમ વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Monsoon 2026 : વડોદરાના વાઘોડિયામાં આફતનું પૂર, સુમનદીપ પાસે ફસાયેલા 150 લોકો માટે તંત્ર ‘દેવદૂત’ બન્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0