Ahmedabad: આબુ, અંબાજી, SOU, સાસણ 'હાઉસફુલ'

દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં રહેતા લોકો સહપરિવાર વતનમાં, પર્યટન સ્થળે તેમજ દેવસ્થાનોના દર્શનાર્થે ઉપડી જતા હાલ મેગાસિટી અમદાવાદના રસ્તાઓ સૂમસામ બની ગયા છે. અડધી રાત સુધી જાગતું મેગાસિટી અમદાવાદ હાલ દિવસે પણ આરામ ફરમાવી રહ્યું હોય તેવો ભાસ થઇ રહ્યો છે.શહેરના ઇસ્કોન મંદિર, લાંભાનું બળિયાદેવનું મંદિર, વૈષ્ણોદેવી મંદિર, જગન્નાથ મંદિર, લાલદરવાજાનું ગણપતિ મંદિર, સોલામાં ભાગવત વિદ્યાપીઠ, હનુમાન કેમ્પનું મંદિર, ભાટ ગામ પાસેનું શિવ મંદિર, સહિતના શહેરભરના મંદિરો હાલ નવા વર્ષના દેવદર્શન અને આશિર્વાદ માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વત પર અંબાજી મંદિર, ગીરનાર રોપ-વે,સકકરબાગ ઝુ અને ઉપરકોટ કિલ્લા પર પર્યટકોની ભીડ રહી હતી. માધવપુર ઘેડમાં પણ ભાઈબીજનું સ્નાન કરવા લોકો ઉમટયા હતા. આ ઉપરાંત આંબરડી સફારીપાર્કમાં પણ પર્યટકો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. દીવમાં પણ પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. આ ઉપરાંત રાજસ્થાન તરફ ખાસ કરીને માઉન્ટ આબુ, ઉદેપુર, જયપુર સહિતના વિસ્તારોમાં પર્યટકોનો ઘણો ધસારો જોવા મળ્યો હતો. બોટાદ પ્રખ્યાત મંદિર સારંગપુર મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ લાંબી લાઇનો જોવા મળી હતી. પાવાગઢમાં પણ મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડતા પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. પાવાગઢમાં રોપવેમાં જવા ચાર કલાકનું વેઇટિંગ, આબુમાં પાર્કિંગની હાડમારી ડાકોરમાં બેસતા વર્ષ, ભાઇબીજ અને ત્રીજના દિવસે ડાકોરમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. દર્શનાર્થીઓએ ચારેક કિ.મી.દુર વાહનો પાર્ક કરવા પડયા હતા. પાવાગઢમાં હાલ રોજના દોઢેક લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. પાંચ મિનિટની રોપ-વે ની સફર માટે લોકોએ ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે. વાહનોને એક કિ.મી દુર રોડ પર પાર્ક કરવા પડે છે. માંચી સુધી જવાના રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો લાગી છે. અંબાજી - આબુ રોડ તરફના રોડ પર પણ ચક્કાજામની ભારે સ્થિતિ જોવા મળી રહી છે. શામળાજીમાં પણ રોજના એક લાખથી વધુ લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. અમદાવાદીઓ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ, ગીરનાર, ,દીવ-દમણ, ચોટીલા, જલારામ મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર કાગવડ સહિતના મંદિરોમાં દર્શન માટે પહોંચી ગયા છે. રાજસ્થાનમાં શ્રીનાથજીના મંદિરે દર્શન માટે પણ લોકો રવાના થયા છે. અમદાવાદની આજુબાજુમાં કોઠ ગણપતપુરામાં ગણપતિ મંદિર, બુટભવાની મંદિર, સાળંગપુર હનુમાન મંદિર, પાલજમાં રામદેવપીરના મંદિરે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટયા છે. શક્તિપીઠ બહુચરાજી, ઉંઝા ઉમિયા ધામ, મરતોલી ચેહર માતાનું મંદિર, કાહવા ગોગા મહારાજનું મંદિર, વિરોચનનગર મેલડી માતા, દિયોદરમાં બોણ માતા, નગર તેરવાડા ચેહરધામ ખાતે, વરાણા ખોડિયાર મંદિર હાલ હજારોની ભક્તોની ભીડથી ઉભરાઇ રહ્યા છે. તહેવારોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓનો પણ રાજ્યના અનેક પ્રવાસન સ્થળે ધસારો જોવા મળ્યો હતો.

Ahmedabad: આબુ, અંબાજી, SOU, સાસણ 'હાઉસફુલ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં રહેતા લોકો સહપરિવાર વતનમાં, પર્યટન સ્થળે તેમજ દેવસ્થાનોના દર્શનાર્થે ઉપડી જતા હાલ મેગાસિટી અમદાવાદના રસ્તાઓ સૂમસામ બની ગયા છે. અડધી રાત સુધી જાગતું મેગાસિટી અમદાવાદ હાલ દિવસે પણ આરામ ફરમાવી રહ્યું હોય તેવો ભાસ થઇ રહ્યો છે.

શહેરના ઇસ્કોન મંદિર, લાંભાનું બળિયાદેવનું મંદિર, વૈષ્ણોદેવી મંદિર, જગન્નાથ મંદિર, લાલદરવાજાનું ગણપતિ મંદિર, સોલામાં ભાગવત વિદ્યાપીઠ, હનુમાન કેમ્પનું મંદિર, ભાટ ગામ પાસેનું શિવ મંદિર, સહિતના શહેરભરના મંદિરો હાલ નવા વર્ષના દેવદર્શન અને આશિર્વાદ માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વત પર અંબાજી મંદિર, ગીરનાર રોપ-વે,સકકરબાગ ઝુ અને ઉપરકોટ કિલ્લા પર પર્યટકોની ભીડ રહી હતી. માધવપુર ઘેડમાં પણ ભાઈબીજનું સ્નાન કરવા લોકો ઉમટયા હતા. આ ઉપરાંત આંબરડી સફારીપાર્કમાં પણ પર્યટકો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. દીવમાં પણ પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. આ ઉપરાંત રાજસ્થાન તરફ ખાસ કરીને માઉન્ટ આબુ, ઉદેપુર, જયપુર સહિતના વિસ્તારોમાં પર્યટકોનો ઘણો ધસારો જોવા મળ્યો હતો. બોટાદ પ્રખ્યાત મંદિર સારંગપુર મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ લાંબી લાઇનો જોવા મળી હતી. પાવાગઢમાં પણ મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડતા પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

પાવાગઢમાં રોપવેમાં જવા ચાર કલાકનું વેઇટિંગ, આબુમાં પાર્કિંગની હાડમારી

ડાકોરમાં બેસતા વર્ષ, ભાઇબીજ અને ત્રીજના દિવસે ડાકોરમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. દર્શનાર્થીઓએ ચારેક કિ.મી.દુર વાહનો પાર્ક કરવા પડયા હતા. પાવાગઢમાં હાલ રોજના દોઢેક લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. પાંચ મિનિટની રોપ-વે ની સફર માટે લોકોએ ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે. વાહનોને એક કિ.મી દુર રોડ પર પાર્ક કરવા પડે છે. માંચી સુધી જવાના રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો લાગી છે.

અંબાજી - આબુ રોડ તરફના રોડ પર પણ ચક્કાજામની ભારે સ્થિતિ જોવા મળી રહી છે. શામળાજીમાં પણ રોજના એક લાખથી વધુ લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. અમદાવાદીઓ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ, ગીરનાર, ,દીવ-દમણ, ચોટીલા, જલારામ મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર કાગવડ સહિતના મંદિરોમાં દર્શન માટે પહોંચી ગયા છે. રાજસ્થાનમાં શ્રીનાથજીના મંદિરે દર્શન માટે પણ લોકો રવાના થયા છે. અમદાવાદની આજુબાજુમાં કોઠ ગણપતપુરામાં ગણપતિ મંદિર, બુટભવાની મંદિર, સાળંગપુર હનુમાન મંદિર, પાલજમાં રામદેવપીરના મંદિરે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટયા છે. શક્તિપીઠ બહુચરાજી, ઉંઝા ઉમિયા ધામ, મરતોલી ચેહર માતાનું મંદિર, કાહવા ગોગા મહારાજનું મંદિર, વિરોચનનગર મેલડી માતા, દિયોદરમાં બોણ માતા, નગર તેરવાડા ચેહરધામ ખાતે, વરાણા ખોડિયાર મંદિર હાલ હજારોની ભક્તોની ભીડથી ઉભરાઇ રહ્યા છે. તહેવારોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓનો પણ રાજ્યના અનેક પ્રવાસન સ્થળે ધસારો જોવા મળ્યો હતો.