Girsomnathની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે, રોજગારીની તકોનું થશે સર્જન

ગીર સોમનાથના તાલાલા પંથકને દિવાળીની ભેટ મળી છે,ગીર પંથકમાં 12 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે,સાથે સાથે કંપનીને 30 વર્ષના ભાડા પેટે આપવા સંસ્થાએ તૈયારી બતાવી છે.15 નવેમ્બરે સાધારણ સભામાં મંજૂરીને લાગશે મહોર સાથે સાથે તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી વધશે આ બાબતને લઈ 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા છે. તાલાલા પંથકને દિવાળીની ભેટ ગીરસોમનાથમાં આવેલા તાલાલા પંથકમાં ફરી ખાંડની ફેકટરીઓ ધમધમતી થશે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.આ જાહેરાત થતાની સાથે જ સાત તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર છે.તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, ગીર ગઢડા,વિસાવદરના ખેડૂતોને મોટો લાભ થશે,તાલાલા ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લી.ન્યુ દિલ્હી ફરી ધમધમતી થશે અને લોકોને રોજગારી મળશે,કંપનીને 30 વર્ષના ભાડા પેટે આપવા માટે મહોર લગાઈ છે. સાધારણ સભા મળશે ગીરસોમનાથમાં ખાંડ ફેકટરી શરૂ થાય તે પહેલા સાધારણ સભા મળશે,આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવાશે સાથે સાથે મિલ શરૂ થશે તેને લઈ પ્લાનિંગ પણ કરવામાં આવશે.6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા છે,જે લોકો જુના માણસો છે તે લોકોમાં તો ખુશીમાં માહોલ છવાઈ ગયો છે,બંધ અને ધૂળ ખાઈ રહેલા મશીનો ફરીથી ધમધમતા થશે. બે વર્ષથી ફેકટરી ચાલુ કરવા માંગ કરાતી હતી આ સભામાં બંધ પડેલી ખાંડ ફેક્ટરી ચાલુ કરવા એકી અવાજે માંગણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન ભીમશી બામરોટીયાએ જણાવેલું કે, તાલાલા ગીર પંથક માટે આશીર્વાદરૂપ આ સંસ્થા ઉપર આર્થિક ભારણ વધી ગયું હતુ. ખેડુતોની આ સંસ્થાને આર્થિક ભારણમાંથી બહાર લાવવા માટે બેંક સાથે પરામર્શ કરી વન ટાઈમ સેટલમેન્ટ કરાવી રૂ.30 કરોડની કેપિટલ લોન સબસિડી સહાય માટે રાજ્યના ખાંડ નિયામક મારફત રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલી હતી. રાજ્ય સરકાર વિશાળ ખેડુતોના હિતને ધ્યાને લઈ કરાયેલી દરખાસ્તને મંજૂરી આપવી જોઈએ તેવી લાગણી હતી.

Girsomnathની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે, રોજગારીની તકોનું થશે સર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના તાલાલા પંથકને દિવાળીની ભેટ મળી છે,ગીર પંથકમાં 12 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે,સાથે સાથે કંપનીને 30 વર્ષના ભાડા પેટે આપવા સંસ્થાએ તૈયારી બતાવી છે.15 નવેમ્બરે સાધારણ સભામાં મંજૂરીને લાગશે મહોર સાથે સાથે તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી વધશે આ બાબતને લઈ 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા છે.

તાલાલા પંથકને દિવાળીની ભેટ

ગીરસોમનાથમાં આવેલા તાલાલા પંથકમાં ફરી ખાંડની ફેકટરીઓ ધમધમતી થશે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.આ જાહેરાત થતાની સાથે જ સાત તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર છે.તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, ગીર ગઢડા,વિસાવદરના ખેડૂતોને મોટો લાભ થશે,તાલાલા ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લી.ન્યુ દિલ્હી ફરી ધમધમતી થશે અને લોકોને રોજગારી મળશે,કંપનીને 30 વર્ષના ભાડા પેટે આપવા માટે મહોર લગાઈ છે.


સાધારણ સભા મળશે

ગીરસોમનાથમાં ખાંડ ફેકટરી શરૂ થાય તે પહેલા સાધારણ સભા મળશે,આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવાશે સાથે સાથે મિલ શરૂ થશે તેને લઈ પ્લાનિંગ પણ કરવામાં આવશે.6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા છે,જે લોકો જુના માણસો છે તે લોકોમાં તો ખુશીમાં માહોલ છવાઈ ગયો છે,બંધ અને ધૂળ ખાઈ રહેલા મશીનો ફરીથી ધમધમતા થશે.

બે વર્ષથી ફેકટરી ચાલુ કરવા માંગ કરાતી હતી

આ સભામાં બંધ પડેલી ખાંડ ફેક્ટરી ચાલુ કરવા એકી અવાજે માંગણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન ભીમશી બામરોટીયાએ જણાવેલું કે, તાલાલા ગીર પંથક માટે આશીર્વાદરૂપ આ સંસ્થા ઉપર આર્થિક ભારણ વધી ગયું હતુ. ખેડુતોની આ સંસ્થાને આર્થિક ભારણમાંથી બહાર લાવવા માટે બેંક સાથે પરામર્શ કરી વન ટાઈમ સેટલમેન્ટ કરાવી રૂ.30 કરોડની કેપિટલ લોન સબસિડી સહાય માટે રાજ્યના ખાંડ નિયામક મારફત રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલી હતી. રાજ્ય સરકાર વિશાળ ખેડુતોના હિતને ધ્યાને લઈ કરાયેલી દરખાસ્તને મંજૂરી આપવી જોઈએ તેવી લાગણી હતી.