Ahmedabad: આજે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, ઉકળાટ આપશે અગનગોળા જેવા અહેસાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઉકળાટ અને બફારામાં વધારો થશે, જેથી લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.
મુખ્ય શહેરોના તાપમાનના આંકડા
અમદાવાદ 41.7, ડીસા 39.1, ગાંધીનગર 41.2,સુરેન્દ્રનગર 41.7,સુરત 36.4,વડોદરા 39.6,કંડલા 40.2,અમરેલી 40.9,રાજકોટ 41.5,ભાવનગર 39બફારો વધારશે મુશ્કેલી
હવામાન નિષ્ણાતોના મતે, દરિયાઈ પવનોના કારણે તાપમાનનો પારો થોડો નીચે આવશે, પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે પરસેવો વળવાની સમસ્યા વધશે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળતા લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. લોકોને સીધા તડકામાં જવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Petlad News: રણછોડજી મંદિરની બહાર દુકાનો પરથી છતનો ભાગ તૂટી પડ્યો, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રિપેરિંગની માંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

