Ahmedabad: આખું તંત્ર રખડતા ઢોર પકડવા તૈનાત પણ બધી માહિતી 'લીક'થઈ જાય!

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા અને સર્જાતા નાના-મોટા અકસ્માતોને ગંભીરતાથી લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMCના CNCD વિભાગ દ્વારા ઢોર પકડવાની સઘન ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને હવે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નહિવત થઈ ગઈ છે.પરંતુ રખડતા ઢોર પકડવા અંગે ફરિયાદ કરવામાં આવ્યા પછી ઢોર પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં CNCDની ટીમ ક્યારે જશે, ક્યાં જશે, કેટલા વાગ્યે જશે, વગેરે માહિતી 'લીક' થઈ જતી હોવા અંગે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરે કરેલી ફરિયાદને ગંભીર ગણીને AMC કમિશનર એમ.થેન્નારસને આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. CNCD વિભાગના કર્મચારીઓ દ્વારા 'પેપર ફોડી નાંખીને' માહિતી 'લીક' કરાતી હોવાની શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કડક કામગીરીના આપેલા આદેશ બાદ દરેક ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની સાથે CNCD વિભાગના HOD અને અધિકારીઓ તેમજ કર્મચારીઓનું એક વોટ્સ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે. વોટ્સ અપ ગ્રુપમાં જે માહિતી મૂકવામાં આવે છે અને ઢોર પકડવા જાય તેની પહેલાં જ તમામ માહિતી પશુપાલકો સુધી મળી જતી હોવાની જાણકારી પૂર્વ વિસ્તારના એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવી હતી. જ્યારે ઢોર પકડવા જાય તે પહેલા જ પશુમાલિકો ઘટનાસ્થળે પહોંચી જાય છે અને ગાડીની જોડે જોડે ફરતા હોય છે. વિજિલન્સ વિભાગના અધિકારીઓની વોટ્સએપ ચેટ લીક કેવી રીતે થાય ? વિજિલન્સ વિભાગના અધિકારીઓએ વોટ્સ અપ ગ્રુપમાંથી મેસેજ કેવી રીતે પશુપાલક સુધી પહોંચે છે તેની તપાસ કરવાને બદલે ફરિયાદ કરનાર આસિ. મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરી તેમની પાસે જવાબ માંગ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લેટર મોકલી જવાબ માગવામાં આવતા વિજિલન્સની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

Ahmedabad: આખું તંત્ર રખડતા ઢોર પકડવા તૈનાત પણ બધી માહિતી 'લીક'થઈ જાય!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા અને સર્જાતા નાના-મોટા અકસ્માતોને ગંભીરતાથી લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMCના CNCD વિભાગ દ્વારા ઢોર પકડવાની સઘન ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને હવે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નહિવત થઈ ગઈ છે.

પરંતુ રખડતા ઢોર પકડવા અંગે ફરિયાદ કરવામાં આવ્યા પછી ઢોર પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં CNCDની ટીમ ક્યારે જશે, ક્યાં જશે, કેટલા વાગ્યે જશે, વગેરે માહિતી 'લીક' થઈ જતી હોવા અંગે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરે કરેલી ફરિયાદને ગંભીર ગણીને AMC કમિશનર એમ.થેન્નારસને આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. CNCD વિભાગના કર્મચારીઓ દ્વારા 'પેપર ફોડી નાંખીને' માહિતી 'લીક' કરાતી હોવાની શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કડક કામગીરીના આપેલા આદેશ બાદ દરેક ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની સાથે CNCD વિભાગના HOD અને અધિકારીઓ તેમજ કર્મચારીઓનું એક વોટ્સ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે. વોટ્સ અપ ગ્રુપમાં જે માહિતી મૂકવામાં આવે છે અને ઢોર પકડવા જાય તેની પહેલાં જ તમામ માહિતી પશુપાલકો સુધી મળી જતી હોવાની જાણકારી પૂર્વ વિસ્તારના એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવી હતી. જ્યારે ઢોર પકડવા જાય તે પહેલા જ પશુમાલિકો ઘટનાસ્થળે પહોંચી જાય છે અને ગાડીની જોડે જોડે ફરતા હોય છે.

વિજિલન્સ વિભાગના અધિકારીઓની વોટ્સએપ ચેટ લીક કેવી રીતે થાય ?

વિજિલન્સ વિભાગના અધિકારીઓએ વોટ્સ અપ ગ્રુપમાંથી મેસેજ કેવી રીતે પશુપાલક સુધી પહોંચે છે તેની તપાસ કરવાને બદલે ફરિયાદ કરનાર આસિ. મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરી તેમની પાસે જવાબ માંગ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લેટર મોકલી જવાબ માગવામાં આવતા વિજિલન્સની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.