Ahmedabad: અમરાઈવાડી પોલીસ પર ફરી એક વખત હુમલો, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના અમરાઈવાડીમાં ફરી એક વખત પોલીસ પર હુમલો થયો છે અને હુમલો કરનાર અન્ય કોઈ આરોપી નહીં પરંતુ અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂકેલો રીઢો આરોપી છે. આરોપીએ પોલીસને જોતા જ તેના પર હુમલો કરી દીધો હતો. જે અંગે અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો અમરાઈવાડી પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીના નામ નીરજ સરોજ અને પવન પાસી છે. જેમની ધરપકડ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં કરવામાં આવી છે. બંને આરોપીઓએ 4 તારીખની સાંજે અમરાઈવાડીના ઓમ નગર ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પોલીસ કર્મી પ્રકાશભાઈ નીનામા ઓમ નગરના મેદાનથી પસાર થતા હતા. તે સમયે મિત્ર સાથે ફોન પર વાત દરમિયાન બંને આરોપીઓએ પોલીસ કર્મી સાથે બોલચાલ કરી હુમલો કર્યો હતો. હુમલાખોર પવન પાસી જાણતો હતો કે જે પોલીસ કર્મચારી પર તે હુમલો કરી રહ્યો છે. તે અમરાઈવાડી પોલીસ મથકના સર્વિલન્સ સ્કોડમાં ફરજ બજાવે છે, તેમ છતાં તેણે હુમલો કર્યો હતો. આરોપી પવનએ તપાસ કરતા અગાઉ વર્ષ 2013માં રામોલમાં હત્યાને અંજામ આપી હતી પોલીસ પર હુમલાના ગુનામાં ઝડપાયેલા આરોપી પવનની તપાસ કરતા અગાઉ વર્ષ 2013માં રામોલમાં હત્યાને અંજામ આપી હતી. આ ઉપરાંત બે મહિના અગાઉ પણ અમરાઈવાડીમાં એક પીએસઆઈ પર હુમલો પણ કર્યો હતો. પોલીસની તપાસમાં અને લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે પવન પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે. સાથે જ તે નશાની ટેવ પણ ધરાવે છે તો બીજી તરફ તેની સાથે ઝડપાયેલો આરોપી નીરજ સરોજ અગાઉ હથિયારના ગુનામાં પણ ઝડપાયેલો છે. જેથી ગુનાહિત માનસિકતા ધરાવતા બંને આરોપીએ જ્યારે હુમલો કર્યો ત્યારે નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બે જ મહિનામાં એક જ આરોપી દ્વારા એક જ જગ્યાએ પીએસઆઈ અને પોલીસ કર્મી પર હુમલો કરતા પોલીસની કામગીરી અને આરોપીઓમાં પોલીસનો ડર ઓછો છે. તે વાત ફલીત થઈ રહી છે. ત્યારે જો પોલીસ કર્મચારીઓ જ આવા અસામાજિક તત્વોથી સલામત નથી તો તેમના વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા કેટલી અને કેવી છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના અમરાઈવાડીમાં ફરી એક વખત પોલીસ પર હુમલો થયો છે અને હુમલો કરનાર અન્ય કોઈ આરોપી નહીં પરંતુ અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂકેલો રીઢો આરોપી છે. આરોપીએ પોલીસને જોતા જ તેના પર હુમલો કરી દીધો હતો. જે અંગે અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો
અમરાઈવાડી પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીના નામ નીરજ સરોજ અને પવન પાસી છે. જેમની ધરપકડ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં કરવામાં આવી છે. બંને આરોપીઓએ 4 તારીખની સાંજે અમરાઈવાડીના ઓમ નગર ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો.
પોલીસ કર્મી પ્રકાશભાઈ નીનામા ઓમ નગરના મેદાનથી પસાર થતા હતા. તે સમયે મિત્ર સાથે ફોન પર વાત દરમિયાન બંને આરોપીઓએ પોલીસ કર્મી સાથે બોલચાલ કરી હુમલો કર્યો હતો. હુમલાખોર પવન પાસી જાણતો હતો કે જે પોલીસ કર્મચારી પર તે હુમલો કરી રહ્યો છે. તે અમરાઈવાડી પોલીસ મથકના સર્વિલન્સ સ્કોડમાં ફરજ બજાવે છે, તેમ છતાં તેણે હુમલો કર્યો હતો.
આરોપી પવનએ તપાસ કરતા અગાઉ વર્ષ 2013માં રામોલમાં હત્યાને અંજામ આપી હતી
પોલીસ પર હુમલાના ગુનામાં ઝડપાયેલા આરોપી પવનની તપાસ કરતા અગાઉ વર્ષ 2013માં રામોલમાં હત્યાને અંજામ આપી હતી. આ ઉપરાંત બે મહિના અગાઉ પણ અમરાઈવાડીમાં એક પીએસઆઈ પર હુમલો પણ કર્યો હતો. પોલીસની તપાસમાં અને લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે પવન પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે. સાથે જ તે નશાની ટેવ પણ ધરાવે છે તો બીજી તરફ તેની સાથે ઝડપાયેલો આરોપી નીરજ સરોજ અગાઉ હથિયારના ગુનામાં પણ ઝડપાયેલો છે. જેથી ગુનાહિત માનસિકતા ધરાવતા બંને આરોપીએ જ્યારે હુમલો કર્યો ત્યારે નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે બે જ મહિનામાં એક જ આરોપી દ્વારા એક જ જગ્યાએ પીએસઆઈ અને પોલીસ કર્મી પર હુમલો કરતા પોલીસની કામગીરી અને આરોપીઓમાં પોલીસનો ડર ઓછો છે. તે વાત ફલીત થઈ રહી છે. ત્યારે જો પોલીસ કર્મચારીઓ જ આવા અસામાજિક તત્વોથી સલામત નથી તો તેમના વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા કેટલી અને કેવી છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.