Ahmedabadમા વધતા વાહનોએ વધારી ચિંતા,AMCએ પાર્કિગ પોલિસી માટે શરૂ કર્યો સર્વે
AMCએ 2 એજન્સીને આપી સર્વેની કામગીરી ટ્રાફિકફ્લો અને પિક અવર્સમાં પાર્કિંગ સ્થિતિ મેળવવા કહ્યું એજન્સી દ્રારા પાર્કિગ પ્લેસ અને ચાર્જ બાબતે કરાશે સર્વે અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જેની પાછળ એક મહત્વનું કારણ છે કે રોડ પર થતા આડેધડ પાર્કિંગ.સાથે જે તે સમયનું AMCનું ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે.પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે. એએમસીને સોંપાશે રીપોર્ટ અમદાવાદમાં હાલમાં પાર્કિગ અને ટ્રાફિક આ વિકરાળ સમસ્યા બની ગઈ છે.હાઇકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવે છે તેમ છતાં AMC દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 એજન્સીઓને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.હાલમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સર્વેની કામગીરી કરી કયા સમયે કયા વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે.કયા વધારે રોડ પર પાર્કિગ સમસ્યા છે આ તમામ બાબતનો સર્વે કરવામાં આવશે અને એએમસીને રીપોર્ટ સોંપવામાં આવશે. એએમસીએ અગાઉ પણ કરાયો હતો સર્વે AMC દ્વારા અગાઉ સરવે કરાયો એ મુજબ 2011 મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જે પૈકી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હીલર હતા જ્યારે 1 લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને 2 લાખ 63 હજાર 205 ફોર વ્હીલર હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.એટલેકે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે.અને પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડેછે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.. સર્વે બાદ નિર્ણય લેવામાં આવશે ત્યારે આ એજન્સી દ્વારા આ ત્રણ ઝોનમાં બેંક પ્લોટ સ્કૂલ પ્લોટ કે પછી કોઈ સોસાયટીનો મોટો પ્લોટ હોય જેમાં ક્યાં રાત્રિ પાર્કિગ થઈ શકે છે તેનો સર્વે કરવામાં આવશે અને એ વિસ્તાર અને સમય મુજબ તેના ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે અને ત્યાર બાદ નવી પોલિસી પર કોર્પોરેશન કામગીરી કરશે.ત્યારે નવા વિકસી રહેલા વિસ્તારોમાં આ સમસ્યા નહિવત્ છે પરંતુ જે જૂના બાંધકામ છે તેમાં આ સમસ્યા વિકરાળ છે તેના કાયમી નિકાલ માટે AMC દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- AMCએ 2 એજન્સીને આપી સર્વેની કામગીરી
- ટ્રાફિકફ્લો અને પિક અવર્સમાં પાર્કિંગ સ્થિતિ મેળવવા કહ્યું
- એજન્સી દ્રારા પાર્કિગ પ્લેસ અને ચાર્જ બાબતે કરાશે સર્વે
અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જેની પાછળ એક મહત્વનું કારણ છે કે રોડ પર થતા આડેધડ પાર્કિંગ.સાથે જે તે સમયનું AMCનું ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે.પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે.
એએમસીને સોંપાશે રીપોર્ટ
અમદાવાદમાં હાલમાં પાર્કિગ અને ટ્રાફિક આ વિકરાળ સમસ્યા બની ગઈ છે.હાઇકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવે છે તેમ છતાં AMC દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 એજન્સીઓને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.હાલમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સર્વેની કામગીરી કરી કયા સમયે કયા વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે.કયા વધારે રોડ પર પાર્કિગ સમસ્યા છે આ તમામ બાબતનો સર્વે કરવામાં આવશે અને એએમસીને રીપોર્ટ સોંપવામાં આવશે.
એએમસીએ અગાઉ પણ કરાયો હતો સર્વે
AMC દ્વારા અગાઉ સરવે કરાયો એ મુજબ 2011 મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જે પૈકી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હીલર હતા જ્યારે 1 લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને 2 લાખ 63 હજાર 205 ફોર વ્હીલર હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.એટલેકે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે.અને પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડેછે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે..
સર્વે બાદ નિર્ણય લેવામાં આવશે
ત્યારે આ એજન્સી દ્વારા આ ત્રણ ઝોનમાં બેંક પ્લોટ સ્કૂલ પ્લોટ કે પછી કોઈ સોસાયટીનો મોટો પ્લોટ હોય જેમાં ક્યાં રાત્રિ પાર્કિગ થઈ શકે છે તેનો સર્વે કરવામાં આવશે અને એ વિસ્તાર અને સમય મુજબ તેના ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે અને ત્યાર બાદ નવી પોલિસી પર કોર્પોરેશન કામગીરી કરશે.ત્યારે નવા વિકસી રહેલા વિસ્તારોમાં આ સમસ્યા નહિવત્ છે પરંતુ જે જૂના બાંધકામ છે તેમાં આ સમસ્યા વિકરાળ છે તેના કાયમી નિકાલ માટે AMC દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.