રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્ટેમ(STEM)ક્વિઝ ૩.૦ ના વિજેતાઓને સન્માનિત કર્યા હતા,સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦માં ₹૨ કરોડનાં ઇનામો એનાયત કરાયાં હતા,દેશની સૌથી મોટી સ્ટેમ(STEM) ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા સાથે સાથે ગુજકોસ્ટ (GUJCOST)અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ૧૦૮૦ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૦૦૦ લોકો સહભાગી થયા હતા.
વિદ્યાર્થીઓને રેન્ડમ સવાલો પૂછીને ક્વિઝ પણ રમાડી
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ સ્પર્ધા એવી સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦ના વિજેતાઓને રાજ્યમંત્રી શ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ વિદ્યાર્થીઓને રેન્ડમ સવાલો પૂછીને ક્વિઝ પણ રમાડી હતી.
ક્વિઝ ૩.૦માં કુલ ૨ કરોડનાં ઇનામો એનાયત કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયોને સમાવતી દેશની સૌથી મોટી સ્ટેમ(STEM) ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.ઝોનલ કક્ષાના રાઉન્ડમાં ૨૬૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦ની ગ્રાન્ડ ફિનાલેમાં ૧૦૮૦ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૦૦૦ લોકો સહભાગી થયા હતા.સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦ના વિજેતા વિદ્યાર્થીઓને લૅપટૉપ, ટૅબલેટ, ૩D-પ્રિંટર, ગુગલ AIY કિટ, ટૅલિસ્કોપ, રૉબોટિક્સ-કિટ અને ડ્રોન-કિટ સહિતના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦માં કુલ ૨ કરોડનાં ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.ગુજકોસ્ટ(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. ફાઈનલ રાઉન્ડમાં ટોપ ૮ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી.
અત્યાધુનિક ટૅક્નોલોજીથી રૂબરૂ થવાની તક
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેમ(STEM) ક્વિઝ ૩.૦ના ફાઈનલ સહિત અલગ અલગ રાઉન્ડના વિજેતા વિદ્યાર્થીઓને નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (NFSU) ખાતે યોજાનાર STEM BootCamp સહિત ભાભા એટોમિક રીસર્ચ સૅન્ટર (BARC), ડીફેન્સ રીસર્ચ એન્ડ ડૅવલોપમેન્ટ ઑર્ગનાઈઝેશન (DRDO) તથા અમદાવાદ ખાતે આવેલ સ્પેસ એપ્લીકેશન સૅન્ટર (SAC)-ISRO જેવી દેશની વિવિધ નામાંકિત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની અને અત્યાધુનિક ટૅક્નોલોજીથી રૂબરૂ થવાની તક પ્રાપ્ત થશે.આ પ્રસંગે GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.