Ahmedabadમાં EDએ મેઘ શાહ, મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ પાડ્યા દરોડા, 4 લક્ઝુરીયસ કાર સાથે 1.51 કરોડ રૂપિયાની ઘડિયાળો જપ્ત

Aug 11, 2025 - 22:30
Ahmedabadમાં EDએ મેઘ શાહ, મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ પાડ્યા દરોડા, 4 લક્ઝુરીયસ કાર સાથે 1.51 કરોડ રૂપિયાની ઘડિયાળો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ અને મુંબઈમાં EDની ટીમે દરોડા પાડ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાની લક્ઝુરીયસ કારો, રોકડ રૂપિયા અને સોનું મળ્યું છે. EDએ મેઘ શાહ, મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન 4 લખઝુરીયસ કાર મળી આવી છે, જેને જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ છે. આ સાથે જ EDની ટીમને રોલેક્સ સહિતની 1.51 કરોડ રૂપિયાની ઘડિયાળો પણ દરોડા દરમિયાન મળી આવી છે.

તપાસમાં 15 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી

EDએ દરોડા દરમિયાન તપાસ કરતા અનેક સ્થળોએથી 40 સંસ્થાના વિવિધ કંપનીઓના સ્ટેમ્પ અને ચેકબુક મળી આવી છે. આ સાથે જ ઈડીએ દરોડા દરમિયાન અનેક મહત્વના પુરાવા પણ કબ્જે કર્યા છે. આ તપાસમાં ઈડીની ટીમને 15 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. ઈડીની ટીમે મુંબઈ સહિત અમદાવાદના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

8 ઓગસ્ટે EDએ દાની ડેટા એપ સ્કેમ મામલે ચાર્જશીટ દાખલ કરી

બીજી તરફ 8 ઓગસ્ટે ઈડીએ દાની ડેટા એપ સ્કેમ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. EDએ અમદાવાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં 1,175 જેટલા ભોગ બનનારાએ અંદાજે 3.50 કરોડ જેટલી રકમ ગુમાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. દાની ડેટા એપના માધ્યમથી ફ્રોડ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારું રિટર્ન આપવાની લાલચે રૂપિયા પડાવ્યા છે. અગાઉ પણ આરોપીઓની સંપત્તિ જપ્ત કરાઈ હતી. 16 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ હતી. આરોપી વુંચુઆનાંબો ઉર્ફે ચેમ્બર ચીના સામે કાર્યવાહી કરવામાં આવી છે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0