Ahmedabadમાં મનપાની ઘોર બેદરકારીનો પર્દાફાશ, 1180 આવાસ બનવાની કામગીરી અધુરી રહી ગઈ
અમદાવાદમાં મનાપાની વધુ એક બેદરકારીનું ઉદાહરણ સામે આવ્યું છે,જેમાં થલતેજમાં આવાસ મકાનો બનીને તૈયાર થઈ ગયા છે પરંતુ હાલમાં આ આવસો ધૂળ ખાઈ રહ્યાં છે.1180 આવસો બનીને તૈયાર થઈ ગયા છે.પરંતુ કોર્પોરેશન કેમ મકાનોની ફાળવણી નથી કરતું તેને લઈ સૌ કોઈ લાભાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.સંદેશ ટીમની રિયાલીટીમાં સામે આવ્યું કે થલતેજના આ મકાનો ધૂળથી સડી રહ્યાં છે. મકાનોનો ડ્રો થયો પણ ફાળવણી બાકી સામાન્ય વ્યકિતને પોતાનું ઘરનું સ્વપન પૂર્ણ થાય તેને લઈ સરકાર દ્રારા આવાસો બનાવી ને તેની ફાળવણી કરવામાં આવતી હોય છે.ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં મકાનો તૈયાર થઈ ગયા છે અને તે મકાનોને લઈ ડ્રો પણ કરી દેવામાં આવ્યો છે,તેમ છત્તા મકાનોની ફાળવણી કરવામાં આવી નથી જેને લઈ જેને મકાનો ફાળવ્યા છે તે લોકો પણ ચિંતામાં મૂકાયા છે.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કોન્ટ્રાકટરે કામગીરી અધુરી મૂકી દેતા આવાસોમાં કામગીરી અટકી ગઈ છે. કોન્ટ્રાકરના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો થલતેજમાં મકાનો તૈયાર થઈ ગયા અને ડ્રો પણ થઈ ગયો પરંતુ થોડી કામગીરી અધુરી છે જેને લઈ મકાનોની ફાળવણી કરવામાં આવી નથી.મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો કોન્ટ્રાકરે કામગીરી છોડી દીધી છે માટે તે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.75 ટકા કામગીરી આ આવસમાં પૂર્ણ થઈ ગઈ છે,કોર્પોરેશનને નવો કોન્ટ્રાકટર મળ્યો નથી જેના કારણે અધુરી કામગીરી અધુરી જ રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. વટવામાં તૈયાર થયેલા આવાસ મકાનો કોર્પોરેશને તોડયા અમદાવાદ મનપાએ બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે,12 વર્ષ પહેલા ગરીબોને લઈ મકાનો બનાવવામાં આવ્યા હતા.મકાનો બનાવી દીધા અને ડ્રો પણ થઈ ગયા પરંતુ જે લોકોને મકાન મળ્યા હતા તે લોકોને ચાવી આપવામાં આવી ન હતી જેના કારણે તેઓને ઘર મળ્યા ન હતા,સાથે સાથે આ વાતને પણ 12 વર્ષ કરતા ઉપરનો સમય જતો રહ્યો પછી એએમસીને ધ્યાને આવ્યું કે વટવામાં મકાનો ખંડેર હાલતમાં પડયા છે,તેને લઈ હવે તોડવા બેઠા છે,આ એએમસીનું બુદ્ધીનું પ્રર્દશન ના કહેવાય તો શું કહેવાય તમે જ કહો. એએમસી કોની સામે પગલા લેશે ? સમગ્ર ઘટનામાં વિપક્ષ આકરા પાણીએ છે એએમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાનનું કહેવું છે કે,એએમસી કોની સામે કાર્યવાહી કરશે તે જ ખબર નથી તો જે રીતે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટ્રાચાર થયો છે તેવી જ રીતે આ મકાનોમાં પણ ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે.ગરીબોના હકનું પણ છીનવાઈ ગયું છે,ત્યારે એએમસી કયારે નવા મકાનો બનાવશે અને તેને કેટલો સમય લાગશે તે તો તમે પણ અંદાજો લગાવી શકો છો. વિવાદનો વંટોળ ઉડયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો દ્વારા વટવામાં 12 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો ઉપયોગ કર્યા વગર જ તોડી પાડવામાં આવશે. 12 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ, જેના કારણે મકાનો જર્જરીત થઈ ગયા. મકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતાં AMC દ્વારા EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતાં વિવાદ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મનાપાની વધુ એક બેદરકારીનું ઉદાહરણ સામે આવ્યું છે,જેમાં થલતેજમાં આવાસ મકાનો બનીને તૈયાર થઈ ગયા છે પરંતુ હાલમાં આ આવસો ધૂળ ખાઈ રહ્યાં છે.1180 આવસો બનીને તૈયાર થઈ ગયા છે.પરંતુ કોર્પોરેશન કેમ મકાનોની ફાળવણી નથી કરતું તેને લઈ સૌ કોઈ લાભાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.સંદેશ ટીમની રિયાલીટીમાં સામે આવ્યું કે થલતેજના આ મકાનો ધૂળથી સડી રહ્યાં છે.
મકાનોનો ડ્રો થયો પણ ફાળવણી બાકી
સામાન્ય વ્યકિતને પોતાનું ઘરનું સ્વપન પૂર્ણ થાય તેને લઈ સરકાર દ્રારા આવાસો બનાવી ને તેની ફાળવણી કરવામાં આવતી હોય છે.ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં મકાનો તૈયાર થઈ ગયા છે અને તે મકાનોને લઈ ડ્રો પણ કરી દેવામાં આવ્યો છે,તેમ છત્તા મકાનોની ફાળવણી કરવામાં આવી નથી જેને લઈ જેને મકાનો ફાળવ્યા છે તે લોકો પણ ચિંતામાં મૂકાયા છે.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કોન્ટ્રાકટરે કામગીરી અધુરી મૂકી દેતા આવાસોમાં કામગીરી અટકી ગઈ છે.
કોન્ટ્રાકરના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
થલતેજમાં મકાનો તૈયાર થઈ ગયા અને ડ્રો પણ થઈ ગયો પરંતુ થોડી કામગીરી અધુરી છે જેને લઈ મકાનોની ફાળવણી કરવામાં આવી નથી.મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો કોન્ટ્રાકરે કામગીરી છોડી દીધી છે માટે તે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.75 ટકા કામગીરી આ આવસમાં પૂર્ણ થઈ ગઈ છે,કોર્પોરેશનને નવો કોન્ટ્રાકટર મળ્યો નથી જેના કારણે અધુરી કામગીરી અધુરી જ રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
વટવામાં તૈયાર થયેલા આવાસ મકાનો કોર્પોરેશને તોડયા
અમદાવાદ મનપાએ બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે,12 વર્ષ પહેલા ગરીબોને લઈ મકાનો બનાવવામાં આવ્યા હતા.મકાનો બનાવી દીધા અને ડ્રો પણ થઈ ગયા પરંતુ જે લોકોને મકાન મળ્યા હતા તે લોકોને ચાવી આપવામાં આવી ન હતી જેના કારણે તેઓને ઘર મળ્યા ન હતા,સાથે સાથે આ વાતને પણ 12 વર્ષ કરતા ઉપરનો સમય જતો રહ્યો પછી એએમસીને ધ્યાને આવ્યું કે વટવામાં મકાનો ખંડેર હાલતમાં પડયા છે,તેને લઈ હવે તોડવા બેઠા છે,આ એએમસીનું બુદ્ધીનું પ્રર્દશન ના કહેવાય તો શું કહેવાય તમે જ કહો.
એએમસી કોની સામે પગલા લેશે ?
સમગ્ર ઘટનામાં વિપક્ષ આકરા પાણીએ છે એએમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાનનું કહેવું છે કે,એએમસી કોની સામે કાર્યવાહી કરશે તે જ ખબર નથી તો જે રીતે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટ્રાચાર થયો છે તેવી જ રીતે આ મકાનોમાં પણ ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે.ગરીબોના હકનું પણ છીનવાઈ ગયું છે,ત્યારે એએમસી કયારે નવા મકાનો બનાવશે અને તેને કેટલો સમય લાગશે તે તો તમે પણ અંદાજો લગાવી શકો છો.
વિવાદનો વંટોળ ઉડયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો દ્વારા વટવામાં 12 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો ઉપયોગ કર્યા વગર જ તોડી પાડવામાં આવશે. 12 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ, જેના કારણે મકાનો જર્જરીત થઈ ગયા. મકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતાં AMC દ્વારા EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતાં વિવાદ થયો છે.