Ahmedabadમાં નારોલ પોલીસે ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ગોળીઓ સાથે એક આરોપીની ધકરકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ (NDPS) સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને નશીલા પદાર્થોના કાળા કારોબાર સાથે સંકળાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નાશીરખાન ઉર્ફે સંજય ઉર્ફે માનસીક પઠાણના કબજા હેઠળના મકાનમાંથી પોલીસે ઘાતક એમડી ડ્રગ્સ, ગાંજો તેમજ મોટા પ્રમાણમાં નશાકારક ગોળીઓનો જથ્થો પકડી પાડ્યો છે.
31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 128 ગ્રામ ગાંજો જપ્ત
પોલીસે આરોપીના મકાનમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન રૂ.96,000ની અંદાજિત કિંમતનું 31 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.6,400ની કિંમતનો 128 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાંથી ડ્રગ્સ અને ગાંજા ઉપરાંત તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી Alprazolam 0.5 MGની 300 નશાકારક ગોળીઓ તથા Pregalab 300 ની 350 ટેબલેટનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.
રૂ.1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો
નારોલ પોલીસે સ્થળ પરથી નશીલા પદાર્થો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4,17,520.80ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

