Ahmedabadમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રામોલમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર 2 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે આજે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે 2 લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા. ક્રાઈમ બ્રાન્ચે ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને શહેરમાં પોતાના બાતમીદારો સક્રિય કર્યા છે. દરમિયાન આ બાતમીદારો પાસેથી ક્રાઈમ બ્રાંચને શહેરમાં રામોલ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે એક મહિલા અને રિક્ષા ડ્રાઈવર ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે મળલે બાતમીના આધારે રામોલ વિસ્તારમાં વોચ રાખી અને ડ્રગ્સ સાથે 2 લોકોને ઝડપાયા. આ બંને શખ્સ પાસેથી પોલીસને 34 ગ્રામ 180 મિલિગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો. શહેરમાં કાયદાકીય રીતે પ્રતિબંધિત ડ્રગ્સ હેરાફેરી કરવા મામલે પોલીસે બંને લોકોની અટકાયત કરી. રામોલમાં ડ્રગ્સ હેરાફેરી મામલે કરવામાં આવેલ કાર્યવાહીને લઈને ક્રાઈમ બ્રાન્ચના PI ડી.વી.ઢોલાનું નિવેદન સામે આવ્યું છે. PI ડી.વી.ઢોલાએ કહ્યું કે બન્ને આરોપી એક જ મહોલ્લામાં રહે છે. ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક પુરુષ છે અને એક મહિલા છે. જેમના નામ રમીઝ બેલીમ અને સિરીનબાનું શેખ છે.
ડ્રગ્સ હેરાફેરીના તાર મુંબઈ સુધી પહોંચ્યા
વધુમાં તેમણે કહ્યું કે અમે બંને શખ્સની પૂછપરછ કરી. જેમાં જાણવા મળ્યું કે ડ્રગ પેડલર તરીકે કામ કરતી મહિલા કેટરીંગ અને બાઉન્સર તરીકે નોકરી કરે છે. અને મહિલાનો પતિ દુષ્કર્મના ગુનામા જેલમાં છે. પતિને છોડાવવા વધુ રૂપિયાની જરૂરત હોવાથી મહિલા ડ્રગ્સના ધંધામાં આવી. બાપુનગરના શેખે ડ્રગ્સ માફિયા સાથે મહિલાનો સંપર્ક કરાવ્યો હતો. મહિલા મુંબઈથી ડ્રગ્સ લાવી રામોલમાં તેને વેચવા જતી હતી ત્યારે ક્રાઈમબ્રાન્ચના હાથે ઝડપાઈ.
ડ્રગ્સ મામલે તપાસ ચાલુ
પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. મહિલા એકલી ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી તેવું અમને જાણવા મળ્યું છે. આ મામલે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તેને મુંબઈમાં કોણે ડ્રગ્સ આપ્યું ત્યારે તેણે કહ્યું બોરીવલી રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ પર એક અજાણ્યો યુવક ડ્રગ્સ આપી ગયો હતો. જો કે મુંબઈમાં કોની પાસેથી ડ્રગ્સ લાવી તેની તપાસ ચાલુ છે.
What's Your Reaction?






