Ahmedabad:બાવળા RTOમાં 5 દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ થતા અરજદારોને હાલાકી

Jun 17, 2025 - 03:30
Ahmedabad:બાવળા RTOમાં 5 દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ થતા અરજદારોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાવળા આરટીઓમાં છેલ્લા પાંચ દિવસથી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ- બંધ રહેતા અરજદારોને ધરમ ધક્કો પડી રહ્યો છે. અરજદારો નોકરી-ધંધા પર રજા રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જાય છે, ત્યારે આગોતરી જાણ ન થતાં પરત આવવું પડે છે. અધિકારીઓએ કહ્યું કે, ટેસ્ટ ટ્રેકમાં જીસ્વાન કનેક્ટિવિટી સમસ્યા હોવાના લીધે વરસાદ સમય સમસ્યા સર્જાય છે.

બાવળા આરટીઓમાં ગત સપ્તાહમાં પણ વાહનના ડ્રાઇવિંગ માટેના ટેસ્ટ ટ્રેકની સિસ્ટમ વારંવાર ખોટકાવાના કારણે અરજદારો પરેશાન થઈ ગયા છે, જેમાં ગત ગુરુવારથી તો ટ્રેક ચાલુ-બંધ રહેવાના લીધે અરજદારોને કલાકો બેસીને પરત જવું પડે છે. સોમવારે પણ ટ્રેક બંધ રહ્યો હતો. આરટીઓમાં ટૂ-વ્હિલર અને કાર સહિતના વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લઇને લોકો નોકરી અને ધંધા પર રજા રાખીને અથવા તો ધંધો બંધ રાખીને વાહનનો ટેસ્ટ આપવા જાય છે,

ત્યારે બાવળા આરટીઓ પહોંચ્યા પછી ખબર પડે છે કે, ટેસ્ટ ટ્રેક બંધ છે, ટ્રેક ચાલુ થવાની રાહ જોઇને અડધો દિવસ બેસી રહ્યા પછી અરજદારને ઘરે પરત જવાનો વારો આવે છે. અરજદારોએ કહ્યું કે, ટેસ્ટ ટ્રેક બંધ રહેવાથી પાકું લાઇસન્સ મળતું નથી. જેના લીધે ઇન્ટરનેશનલ લાઇસન્સની પ્રોસેસ થઇ શક્તી નથી. બાવળાની સમસ્યા તો હમણાંની છે પરંતુ અમદાવાદ સુભાષબ્રિજ સહિતની આરટીઓની કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ઉપરાંતની સેવાઓ વારંવાર ઠપ રહે છે.

નવા AI બેઇઝ ટેસ્ટ ટ્રેકનું કામ શરૂ

આરટીઓ અધિકારીએ કહ્યું કે, જીસ્વાન કનેક્ટિવિટી ન હોવાના લીધે ટેસ્ટ ટ્રેક બંધ રહે છે. ટેસ્ટ ટ્રેક ચાલુ-બંધ થાય છે. આમ છતાં ટ્રેક વહેલી તકે ચાલુ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. કદાચ મંગળવારથી ટ્રેક ચાલુ થઇ જશે. આ સિવાય નવો AI બેઇઝ ટેસ્ટ ટ્રેકનું કામ શરૂ થયું છે, ટ્રેક બન્યા પછી સિસ્ટમ બદલાશે. અરજદારોને પણ સરળતા રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0