Ahmedabadના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં CCTV લટકેલી હાલતમાં જોવા મળ્યો, નથી થતી જાળવણી
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવીની દયનીય હાલત પોલીસ સ્ટેશનમાં લગાવેલ સીસીટીવી કેમેરો નમી ગયોઆ પોલીસ સ્ટેશનમાં એસીપી તેમજ ડીસીપીની આવેલી છે ઓફીસ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની અંદર લગાવેલ સીસીટીવી કેમેરાની જાળવણી યોગ્ય રીતે નથી થઈ રહી તેવું લાગી રહ્યું છે,ત્યારે સીસીટીવી કેમેરા નમી ગયા છે તેવું સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે,મહત્વનું છે કે,ગુજરાત હાઈકોર્ટે સીસીટીવી કેમેરાને લઈ અનેક વખત ટકોર કરી છે,પરંતું જો પોલીસ સ્ટેશનમાં જ જાળવણી નથી સરખી રીતે તો પોલીસ અન્ય લોકોને કઈ રીતે સીસીટીવી જાળવણી માટે ટકોર કરે તે પણ એક સવાલ છે. અમદાવાદનું સેટેલાઈટ પોલીસ સ્ટેશન અમદાવાનું સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારની રીતે મોટું પોલીસ સ્ટેશન છે,આ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બહારના ભાગે નમી ગયેલા છે.આ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એસીપી તેમજ ડીસીપીની ઓફીસ આવેલી છે,રોજના ઘણા અરજદારો પોલીસ સ્ટેશનમાં અવન-જવન કરતા હોય છે,ત્યારે પોલીસને આ નમેલા સીસીટીવી નહી દેખાતા હોય ? અને જો પોલીસને આ સીસીટીવી નમેલા દેખાતા હોય તો અત્યારસુધી આ સીસીટીવીનું કેમ સમારકામ કરવામા આવ્યું નથી એ પણ સવાલ ઉભો થાય છે.ત્યારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર આ સીસીટીવીનું જલદીથી સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે. કોઈ ઘટના બને તો કોણ જવાબદાર જયારે કોઈ ઘટના બને તો ગુનો ઉકેલવા માટે સીસીટીવી ઘણી વાર પોલીસને ફાયદારૂપ સાબિત થતા હોય છે,ત્યારે પોલીસ સ્ટેશનમાં આવી હાલતમાં લટકેલા સીસીટીવી દયનીય હાલતમાં જોવા મળ્યા છે,વેપારીકે કોઈ દુકાનદારે સીસીટીવી ના લગાવ્યા હોય તો પોલીસ તેમને તાત્કાલિક સીસીટીવી લગાવવા આદેશ કરે છે,પરંતુ પોલીસ સ્ટેશનમાં આવા લટકેલા સીસીટીવીની જાળવણી કેમ નથી થતી,શું આ સીસીટીવી ચાલુ હાલતમાં હશે કે બંધ હાલતમાં હશે તે પણ ખબર નથી. 30 દિવસ સુધીના સીસીટીવી રેકોર્ડિંગ સાચવવાની જોગવાઈ રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એ વાત પણ રજૂ કરી છે કે, જે પોલીસ સ્ટેશન PSIના તાબામાં હોય ત્યાં 9થી 10 સીસીટીવી જ્યારે જે પોલીસ સ્ટેશન PIના તાબામાં હોય ત્યાં 15 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સીસીટીવી અંગે ડેઇલી રિપોર્ટ તૈયાર થાય કરવામાં આવે છે. ઉપરાંત 30 દિવસ સુધી સીસીટીવી રેકોર્ડિંગને સાચવી રાખવાનું પ્રાવધાન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવીની દયનીય હાલત
- પોલીસ સ્ટેશનમાં લગાવેલ સીસીટીવી કેમેરો નમી ગયો
- આ પોલીસ સ્ટેશનમાં એસીપી તેમજ ડીસીપીની આવેલી છે ઓફીસ
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની અંદર લગાવેલ સીસીટીવી કેમેરાની જાળવણી યોગ્ય રીતે નથી થઈ રહી તેવું લાગી રહ્યું છે,ત્યારે સીસીટીવી કેમેરા નમી ગયા છે તેવું સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે,મહત્વનું છે કે,ગુજરાત હાઈકોર્ટે સીસીટીવી કેમેરાને લઈ અનેક વખત ટકોર કરી છે,પરંતું જો પોલીસ સ્ટેશનમાં જ જાળવણી નથી સરખી રીતે તો પોલીસ અન્ય લોકોને કઈ રીતે સીસીટીવી જાળવણી માટે ટકોર કરે તે પણ એક સવાલ છે.
અમદાવાદનું સેટેલાઈટ પોલીસ સ્ટેશન
અમદાવાનું સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારની રીતે મોટું પોલીસ સ્ટેશન છે,આ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બહારના ભાગે નમી ગયેલા છે.આ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એસીપી તેમજ ડીસીપીની ઓફીસ આવેલી છે,રોજના ઘણા અરજદારો પોલીસ સ્ટેશનમાં અવન-જવન કરતા હોય છે,ત્યારે પોલીસને આ નમેલા સીસીટીવી નહી દેખાતા હોય ? અને જો પોલીસને આ સીસીટીવી નમેલા દેખાતા હોય તો અત્યારસુધી આ સીસીટીવીનું કેમ સમારકામ કરવામા આવ્યું નથી એ પણ સવાલ ઉભો થાય છે.ત્યારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર આ સીસીટીવીનું જલદીથી સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.
કોઈ ઘટના બને તો કોણ જવાબદાર
જયારે કોઈ ઘટના બને તો ગુનો ઉકેલવા માટે સીસીટીવી ઘણી વાર પોલીસને ફાયદારૂપ સાબિત થતા હોય છે,ત્યારે પોલીસ સ્ટેશનમાં આવી હાલતમાં લટકેલા સીસીટીવી દયનીય હાલતમાં જોવા મળ્યા છે,વેપારીકે કોઈ દુકાનદારે સીસીટીવી ના લગાવ્યા હોય તો પોલીસ તેમને તાત્કાલિક સીસીટીવી લગાવવા આદેશ કરે છે,પરંતુ પોલીસ સ્ટેશનમાં આવા લટકેલા સીસીટીવીની જાળવણી કેમ નથી થતી,શું આ સીસીટીવી ચાલુ હાલતમાં હશે કે બંધ હાલતમાં હશે તે પણ ખબર નથી.
30 દિવસ સુધીના સીસીટીવી રેકોર્ડિંગ સાચવવાની જોગવાઈ
રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એ વાત પણ રજૂ કરી છે કે, જે પોલીસ સ્ટેશન PSIના તાબામાં હોય ત્યાં 9થી 10 સીસીટીવી જ્યારે જે પોલીસ સ્ટેશન PIના તાબામાં હોય ત્યાં 15 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સીસીટીવી અંગે ડેઇલી રિપોર્ટ તૈયાર થાય કરવામાં આવે છે. ઉપરાંત 30 દિવસ સુધી સીસીટીવી રેકોર્ડિંગને સાચવી રાખવાનું પ્રાવધાન છે.