Ahmedabadના સીજી રોડ પર પોલીસ ઉભી હતી અને યુવકો સ્ટંટ કરતા રહ્યાં
અમદાવાદના સીજી રોડ પર પોલીસની સામે ખુલ્લી જીપમાં નબીરાઓ છાટકા બન્યા હતા.એક સાથે 8 જીપમાં ભર ટ્રાફિકમાં યુવકોએ સ્ટંટ કર્યા હતા રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોનો વધુ એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,ત્યારે પોલીસ આવા નબીરાઓ સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.એક સાથે યુવકો જીપનું હૂડ ખોલીને ઉભા થઈ ગયા હતા. પોલીસે કેમ કાર્યવાહી ના કરી ? અમદાવાદનો સીજી રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને રોડ પર સવારના સમયે યુવકોએ ચાલુ ટ્રાફિકમાં સ્ટંટ કર્યા હતા,જીપ કારમાં હૂડ ખોલીને યુવકો બહાર નીકળ્યા હતા,પોલીસ ચાર રસ્તા પર ઉભી છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરતી નથી,ત્યારે અગામી સમયમાં પોલીસ આ વીડિયોના આધારે ગુનો નોંધે છે કે નહી તે જોવાનું રહ્યું,પોલીસ અજાણ બનીને ઉભી હોય તેવું લાગી રહ્યું છે અને યુવકો બિન્દાસ રીતે તેમની મસ્તીમાં મોજ કરી રહ્યાં હતા. વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,સંદેશ ન્યૂઝ ડિજીટલ આ બાબતે સવાલો કરી રહ્યું છે.શું આવા નબીરાઓને પોલીસનો ડર નથી ? શું આવા નબીરાઓ પોલીસને ખિસ્સામાં રાખે છે ? અમદાવાદમાં જ કેમ બને છે આવી ઘટનાઓ ? પોલીસ જલદીથી નંબર પ્લેટના આધારે આ સ્ટંટબાજો સામે ગુનો નોંધે તે જરૂરી છે,જો પોલીસ ગુનો નહી નોંધે અને ઉદાહરણ રૂપ દાખલો નહી બેસાડો તો બીજા લોકો પણ આવી રીતે બેફામ બની જશે અને પોલીસને ચેલેન્જ આપતા રહેશે. 22-09-2024ના રોજ પણ એક વીડિયો વાયરલ થયો હતો અમદાવાદમાં નબીરાઓનો સ્ટંટ કરતો વધુ એક વીડિયો વાઈરલ થયો હતો. પૂર્વ વિસ્તારમાં નબીરાઓની મોંઘાદાટ કારનો કાફલો નીકળ્યો હતો અને રસ્તાને બાનમાં લઇને સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો વાઇરલ થયો હતો. આ વાઈરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા ગુજરાત બોટલિંગથી અજીતમીલ ચાર રસ્તા સુધીના રોડનો હતો. જે બાદ ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે વીડિયોમાં દેખાઇ રહેલ ચાર કારચાલક સહિત સાત શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સીજી રોડ પર પોલીસની સામે ખુલ્લી જીપમાં નબીરાઓ છાટકા બન્યા હતા.એક સાથે 8 જીપમાં ભર ટ્રાફિકમાં યુવકોએ સ્ટંટ કર્યા હતા રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોનો વધુ એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,ત્યારે પોલીસ આવા નબીરાઓ સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.એક સાથે યુવકો જીપનું હૂડ ખોલીને ઉભા થઈ ગયા હતા.
પોલીસે કેમ કાર્યવાહી ના કરી ?
અમદાવાદનો સીજી રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને રોડ પર સવારના સમયે યુવકોએ ચાલુ ટ્રાફિકમાં સ્ટંટ કર્યા હતા,જીપ કારમાં હૂડ ખોલીને યુવકો બહાર નીકળ્યા હતા,પોલીસ ચાર રસ્તા પર ઉભી છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરતી નથી,ત્યારે અગામી સમયમાં પોલીસ આ વીડિયોના આધારે ગુનો નોંધે છે કે નહી તે જોવાનું રહ્યું,પોલીસ અજાણ બનીને ઉભી હોય તેવું લાગી રહ્યું છે અને યુવકો બિન્દાસ રીતે તેમની મસ્તીમાં મોજ કરી રહ્યાં હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,સંદેશ ન્યૂઝ ડિજીટલ આ બાબતે સવાલો કરી રહ્યું છે.શું આવા નબીરાઓને પોલીસનો ડર નથી ? શું આવા નબીરાઓ પોલીસને ખિસ્સામાં રાખે છે ? અમદાવાદમાં જ કેમ બને છે આવી ઘટનાઓ ? પોલીસ જલદીથી નંબર પ્લેટના આધારે આ સ્ટંટબાજો સામે ગુનો નોંધે તે જરૂરી છે,જો પોલીસ ગુનો નહી નોંધે અને ઉદાહરણ રૂપ દાખલો નહી બેસાડો તો બીજા લોકો પણ આવી રીતે બેફામ બની જશે અને પોલીસને ચેલેન્જ આપતા રહેશે.
22-09-2024ના રોજ પણ એક વીડિયો વાયરલ થયો હતો
અમદાવાદમાં નબીરાઓનો સ્ટંટ કરતો વધુ એક વીડિયો વાઈરલ થયો હતો. પૂર્વ વિસ્તારમાં નબીરાઓની મોંઘાદાટ કારનો કાફલો નીકળ્યો હતો અને રસ્તાને બાનમાં લઇને સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો વાઇરલ થયો હતો. આ વાઈરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા ગુજરાત બોટલિંગથી અજીતમીલ ચાર રસ્તા સુધીના રોડનો હતો. જે બાદ ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે વીડિયોમાં દેખાઇ રહેલ ચાર કારચાલક સહિત સાત શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી.