Ahmedabadના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કેટલાક વિસ્તારમાં ફૂંકાયો ભારે પવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ પધરામણી પણ કરી છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. શહેરના વટવા, ઈસનપુર, નારોલ, સીટીએમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે અને વરસાદ પણ કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે. શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે.
રાજકોટમાં અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ
ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજકોટમાં અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે.
જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
ત્યારે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ જસદણ તાલુકાના સાણથલી ગામમાં સારો વરસાદ વરસતા ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નાધુ પીપળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
What's Your Reaction?






