Ahmedabadના બોપલ ઈસ્કોન પ્લેટેનિયમમાં લાગેલી આગની ઘટનામાં 20 લોકો હજી સારવાર હેઠળ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગમાં એક 65 વર્ષીય મહિલા મીનાબહેન શાહનું મોત થયું છે,જયારે આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વાત સામે આવી છે.તો મહત્વની વાત એ છે કે 20 લોકોને હજી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તો 14 દર્દીઓને રજા આપી દેવાઈ છે. સારવાર દરમિયાન મીનાબેન શાહનું મોત આગ મોડી રાત્રે લાગી હતી અને ફલેટમાં પ્રસરી ગઈ હતી,B વિંગના 8મા માળે આગ લાગી હતી અને 8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું,20 પૈકી 14 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તો 6 લોકો હજુ સરસ્વતી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે,મોડીરાત સુધી રેસ્કયુંની કામગીરી કરવામાં આવી હતી,પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે.આ સમગ્ર કેસમાં પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે અને સ્થાનિકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.150થી વધુ લોકોને બચાવાયા આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ અને 50થી વધારે ફાયર જવાનો હાજર રહ્યાં હતા સાથે સાથે તમામ લોકોનું રેસ્કયું કરીને બચાવવામાં આવ્યા હતા,જો આ રેસ્કયું કરવામાં આવ્યા ના હોત તો વધારે લોકોના જીવ જતા રહ્યાં હોત,પણ ફાયર વિભાગના કારણે મોટાભાગના લોકોના જીવ બચી ગયા છે સાથે સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.આઠમાં માળે લાગેલી આગ 22માં માળ સુધી પ્રસરી ગઈ હતી. ઈલેકટ્રીક ડકમાં લાગી હતી આગ પ્રાથમિક મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો પહેલા ઈલેકટ્રીક ડકમાં આગ લાગી હતી અને તેના કારણે આગ પ્રસરી હતી અને ઘર સુધી પહોંચી હતી.તો 17માં માળે આગ પ્રસરી હતી જેમાં ઘરમાં રહેલ તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ધીમે-ધીમે આગનો ધુમાડો અલગ-અલગ માળ સુધી પહોંચતા લોકો ડરી ગયા અને આમ-તેમ બચવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતાં. આ ઘટનામાં વૃદ્ધ લોકોને ધૂમાડાની વધુ અસર થઈ હતી.

Ahmedabadના બોપલ ઈસ્કોન પ્લેટેનિયમમાં લાગેલી આગની ઘટનામાં 20 લોકો હજી સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગમાં એક 65 વર્ષીય મહિલા મીનાબહેન શાહનું મોત થયું છે,જયારે આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વાત સામે આવી છે.તો મહત્વની વાત એ છે કે 20 લોકોને હજી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તો 14 દર્દીઓને રજા આપી દેવાઈ છે.

સારવાર દરમિયાન મીનાબેન શાહનું મોત
આગ મોડી રાત્રે લાગી હતી અને ફલેટમાં પ્રસરી ગઈ હતી,B વિંગના 8મા માળે આગ લાગી હતી અને 8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું,20 પૈકી 14 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તો 6 લોકો હજુ સરસ્વતી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે,મોડીરાત સુધી રેસ્કયુંની કામગીરી કરવામાં આવી હતી,પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે.આ સમગ્ર કેસમાં પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે અને સ્થાનિકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

150થી વધુ લોકોને બચાવાયા
આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ અને 50થી વધારે ફાયર જવાનો હાજર રહ્યાં હતા સાથે સાથે તમામ લોકોનું રેસ્કયું કરીને બચાવવામાં આવ્યા હતા,જો આ રેસ્કયું કરવામાં આવ્યા ના હોત તો વધારે લોકોના જીવ જતા રહ્યાં હોત,પણ ફાયર વિભાગના કારણે મોટાભાગના લોકોના જીવ બચી ગયા છે સાથે સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.આઠમાં માળે લાગેલી આગ 22માં માળ સુધી પ્રસરી ગઈ હતી.

ઈલેકટ્રીક ડકમાં લાગી હતી આગ
પ્રાથમિક મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો પહેલા ઈલેકટ્રીક ડકમાં આગ લાગી હતી અને તેના કારણે આગ પ્રસરી હતી અને ઘર સુધી પહોંચી હતી.તો 17માં માળે આગ પ્રસરી હતી જેમાં ઘરમાં રહેલ તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ધીમે-ધીમે આગનો ધુમાડો અલગ-અલગ માળ સુધી પહોંચતા લોકો ડરી ગયા અને આમ-તેમ બચવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતાં. આ ઘટનામાં વૃદ્ધ લોકોને ધૂમાડાની વધુ અસર થઈ હતી.