Ahmedabadના પરિમલ અંડરપાસમાં ખાનગી લકઝરી બસ ફસાતા મુસાફરોનું રેસ્કયૂ કરાયું

અમદાવાદના પરિમલ અંડરપાસમાં બસ ફસાઇ પાણી હોવાના કારણે બસ ફસાઈ હતી અંડરપાસમાં બસમાં સવાર 28 મુસાફરોનું રેસ્ક્યૂ કરાયું અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગઈકાલે રાતથી વરસાદ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,અમદાવાદના પરિમલ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે,ત્યારે મોડી રાત્રે પરિમલ અંડરપાસમાં ખાનગી લકઝરી બસ ફસાતા 28 મુસાફરોનું રેસ્કયૂ કરાયું છે. મુસાફરો ગભરાઈ ગયા હતા સવારના વરસાદમાં જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ પાલડીના પરિમલ અંડરબ્રિજ પાસે ફસાઈ ગઈ હતી.ડ્રાઈવરને ના પાડવા છત્તા અને પાણી દેખાયું હોવા છત્તા આ બસ પાણીમાં નાખી હતી જેના કારણે મુસાફરોના રેસ્કયૂ કરવામા આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો ડ્રાઈવર સામે લોકોના જીવ જોખમમાં મૂકવાને લઈ કાર્યવાહી પણ થઈ શકે છે.ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂકતા મુસાફરો તેની સામે રોષે ભરાયા હતા. જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો અમદાવાદના પૂર્વમા અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. જેમાં જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની બન્ને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા છે. તેથી હાટકેશ્વર સર્કલ બેટમા ફેરવાયુ છે. તેમજ ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. જેમાં હાટકેશ્વવર ઓવરબિજથી સીટીએમ ઓવરબિજ સુધીના બન્ને માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળીને બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં ફસાઈ બસ ગઈકાલે રાજકોટના અંડરપાસમાં સીટી બસ તેમજ બીઆરટીએસ બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.તો મુસાફરોનું રેસ્કયૂ કરાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,લોકોના જીવ જોખમમા મૂકીને ડ્રાઈવરો આવી રીતે બસ હંકારે છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર રહેશે તે એક સવાલ છે,ડ્રાઈવરોએ પણ સમજી વિચારીને વાહન ચલાવવું જોઈએ જેથી મુસાફરોને તકલીફ ના પડે.  

Ahmedabadના પરિમલ અંડરપાસમાં ખાનગી લકઝરી બસ ફસાતા મુસાફરોનું રેસ્કયૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના પરિમલ અંડરપાસમાં બસ ફસાઇ
  • પાણી હોવાના કારણે બસ ફસાઈ હતી અંડરપાસમાં
  • બસમાં સવાર 28 મુસાફરોનું રેસ્ક્યૂ કરાયું

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગઈકાલે રાતથી વરસાદ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,અમદાવાદના પરિમલ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે,ત્યારે મોડી રાત્રે પરિમલ અંડરપાસમાં ખાનગી લકઝરી બસ ફસાતા 28 મુસાફરોનું રેસ્કયૂ કરાયું છે.

મુસાફરો ગભરાઈ ગયા હતા

સવારના વરસાદમાં જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ પાલડીના પરિમલ અંડરબ્રિજ પાસે ફસાઈ ગઈ હતી.ડ્રાઈવરને ના પાડવા છત્તા અને પાણી દેખાયું હોવા છત્તા આ બસ પાણીમાં નાખી હતી જેના કારણે મુસાફરોના રેસ્કયૂ કરવામા આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો ડ્રાઈવર સામે લોકોના જીવ જોખમમાં મૂકવાને લઈ કાર્યવાહી પણ થઈ શકે છે.ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂકતા મુસાફરો તેની સામે રોષે ભરાયા હતા.


જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો

અમદાવાદના પૂર્વમા અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. જેમાં જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની બન્ને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા છે. તેથી હાટકેશ્વર સર્કલ બેટમા ફેરવાયુ છે. તેમજ ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. જેમાં હાટકેશ્વવર ઓવરબિજથી સીટીએમ ઓવરબિજ સુધીના બન્ને માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળીને બહાર આવી રહ્યા છે.


ગઈકાલે રાજકોટમાં ફસાઈ બસ

ગઈકાલે રાજકોટના અંડરપાસમાં સીટી બસ તેમજ બીઆરટીએસ બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.તો મુસાફરોનું રેસ્કયૂ કરાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,લોકોના જીવ જોખમમા મૂકીને ડ્રાઈવરો આવી રીતે બસ હંકારે છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર રહેશે તે એક સવાલ છે,ડ્રાઈવરોએ પણ સમજી વિચારીને વાહન ચલાવવું જોઈએ જેથી મુસાફરોને તકલીફ ના પડે.