Ahmedabadના દેત્રોજના માયાનગરમાં પીવાના પાણીમાં નાની માછલીઓ આવતી હોવાની ઉઠી ફરિયાદ

અમદાવાદના દેત્રોજ તાલુકાના કટોસણરોડ ગામે માયાનગર વિસ્તારમાં નર્મદાનું પીવાનુ પાણી દુષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ બાબતે ધારાસભ્ય બાબુ જમના પટેલ તેમજ તંત્રને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છત્તા તેનુ હજી સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણરોડ ગામે માયાનગર વિસ્તારમાં 50 થી વધુ મકાનો આવેલા છે જ્યા છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પીવાનુ પાણી દૂષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવતી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાનું પાણી નર્મદા ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી નર્મદાનુ પીવાનું પાણી દુષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવે છે જેને લઈ સ્થાનિકો પીવાના પાણીનો ઉપયોગ કરવાને લઈ ચિંતિત બન્યા છે.તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તંત્ર નથી આપતું ધ્યાન સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્રને પાણીના નમૂના સાથે બતાવવામાં આવ્યું છે તેમ છત્તા કોઈ પરિણામ આવતુ નથી,ત્યારે અગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો સરકારી કચેરીમાં વિરોધ કરવામા આવશે તેમજ દૂષિત પાણીને લઈ ધરણા કરવામાં આવશે.આ સમસ્યા છેલ્લા 10 દિવસથી છે પાણી પીવું તો કંઈ રીતે પીવું તેને લઈ સવાલો ઉભા થયા છે,આ પાણીમાં નાની માછલીઓ આવે છે તે પણ જીવીત હાલતમાં બહાર આવે છે એટલે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની ગઈ છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.  

Ahmedabadના દેત્રોજના માયાનગરમાં પીવાના પાણીમાં નાની માછલીઓ આવતી હોવાની ઉઠી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના દેત્રોજ તાલુકાના કટોસણરોડ ગામે માયાનગર વિસ્તારમાં નર્મદાનું પીવાનુ પાણી દુષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ બાબતે ધારાસભ્ય બાબુ જમના પટેલ તેમજ તંત્રને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છત્તા તેનુ હજી સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણરોડ ગામે માયાનગર વિસ્તારમાં 50 થી વધુ મકાનો આવેલા છે જ્યા છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પીવાનુ પાણી દૂષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવતી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાનું પાણી નર્મદા ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી નર્મદાનુ પીવાનું પાણી દુષિત અને પાણીમાં નાની નાની માછલીઓ આવે છે જેને લઈ સ્થાનિકો પીવાના પાણીનો ઉપયોગ કરવાને લઈ ચિંતિત બન્યા છે.તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


તંત્ર નથી આપતું ધ્યાન

સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્રને પાણીના નમૂના સાથે બતાવવામાં આવ્યું છે તેમ છત્તા કોઈ પરિણામ આવતુ નથી,ત્યારે અગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો સરકારી કચેરીમાં વિરોધ કરવામા આવશે તેમજ દૂષિત પાણીને લઈ ધરણા કરવામાં આવશે.આ સમસ્યા છેલ્લા 10 દિવસથી છે પાણી પીવું તો કંઈ રીતે પીવું તેને લઈ સવાલો ઉભા થયા છે,આ પાણીમાં નાની માછલીઓ આવે છે તે પણ જીવીત હાલતમાં બહાર આવે છે એટલે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની ગઈ છે.


ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.