Ahmedabadના જોધપુર ચાર રસ્તા પાસે ગેરકાયદેસર પિસ્તોલથી બર્થ-ડે પાર્ટીમાં બે-રાઉન્ડ થયું ફાયરિંગ

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે ફાયરિંગ મોડી રાતે જાહેર રોડ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ બર્થડે પાર્ટીમાં કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગથી પોલીસ દોડતી થઈ હતી,વિરેન ઠક્કર નામના વ્યકિતનો જન્મદિવસ હતો અને તેમાં ભરત ઉર્ફે ટકો નામના વ્યક્તિએ ફાયરિગ કરતા પોલીસ દોડતી થઈ હતી.ઝોન 7 LCBએ ફાયરિંગ કરનારની ધરપકડ કરી છે,જે પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું તે પિસ્તોલ ગેરકાયદેસર છે કોઈ લાયસન્સ વાળી છે નહી,તો પોલીસે તે દિશામાં તપાસ વધુ તેજ કરી છે અને આરોપીની પૂછપરછ હાથધરી છે. જન્મદિવસમાં ફાયરિંગ થયું હિરેન ઠક્કર નામના વ્યકિતનો જન્મદિવસ હતો અને બધા મિત્રો ભેગા થયા હતા,ત્યારે જન્મદિવસની ખુશીને લઈ એક મિત્રએ ગેરકાયદેસર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ હતી,મિત્રએ જન્મદિવસની ખુશીમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા રોડ પર પસાર થઈ રહેલા લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો,સેટેલાઈટ પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે,આરોપી પિસ્તોલ કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. આરોપીએ ગેરકાયદે પિસ્તોલથી ફાયરિંગ કર્યા : પોલીસ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોઈ મહેશ ગમારા નામના વ્યકિત પાસેથી આ પિસ્તોલ લાવ્યો હતો અને તેણે સિન સપાટા કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું છે,પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કાર પણ જપ્ત કરી છે,પોલીસને કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે,10 રાઉન્ડ ફાયરિંગ થયું છે,પણ ઘટના સ્થળે તપાસ કરતા બે રાઉન્ડ ફાયરિંગ થયાની વાત સામે આવી છે.આરોપી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે,આરોપીએ અગાઉ પણ પિસ્તલથી ફાયરિંગ કર્યા છે કે નહી તેને લઈ તપાસ આદરી છે. પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ આરોપીએ હવામાં ફાયરિંગ કરીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી,પરંતુ આરોપી કયાય ભાગે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો,ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખવી તે ગંભીર ગુનો છે કોઈ સામાન્ય ગુનો નથી,પોલીસ પણ આવા બોગસ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.પોશ વિસ્તારમાં ઘણી વાર નબીરાઓ ભાન ભૂલીને આવી કરતૂત કરતા હોય છે અને પોલીસને દોડતી કરે છે.  

Ahmedabadના જોધપુર ચાર રસ્તા પાસે ગેરકાયદેસર પિસ્તોલથી બર્થ-ડે પાર્ટીમાં બે-રાઉન્ડ થયું ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે ફાયરિંગ
  • મોડી રાતે જાહેર રોડ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ
  • બર્થડે પાર્ટીમાં કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગથી પોલીસ દોડતી થઈ હતી,વિરેન ઠક્કર નામના વ્યકિતનો જન્મદિવસ હતો અને તેમાં ભરત ઉર્ફે ટકો નામના વ્યક્તિએ ફાયરિગ કરતા પોલીસ દોડતી થઈ હતી.ઝોન 7 LCBએ ફાયરિંગ કરનારની ધરપકડ કરી છે,જે પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું તે પિસ્તોલ ગેરકાયદેસર છે કોઈ લાયસન્સ વાળી છે નહી,તો પોલીસે તે દિશામાં તપાસ વધુ તેજ કરી છે અને આરોપીની પૂછપરછ હાથધરી છે.

જન્મદિવસમાં ફાયરિંગ થયું

હિરેન ઠક્કર નામના વ્યકિતનો જન્મદિવસ હતો અને બધા મિત્રો ભેગા થયા હતા,ત્યારે જન્મદિવસની ખુશીને લઈ એક મિત્રએ ગેરકાયદેસર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ હતી,મિત્રએ જન્મદિવસની ખુશીમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા રોડ પર પસાર થઈ રહેલા લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો,સેટેલાઈટ પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે,આરોપી પિસ્તોલ કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.


આરોપીએ ગેરકાયદે પિસ્તોલથી ફાયરિંગ કર્યા : પોલીસ

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોઈ મહેશ ગમારા નામના વ્યકિત પાસેથી આ પિસ્તોલ લાવ્યો હતો અને તેણે સિન સપાટા કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું છે,પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કાર પણ જપ્ત કરી છે,પોલીસને કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે,10 રાઉન્ડ ફાયરિંગ થયું છે,પણ ઘટના સ્થળે તપાસ કરતા બે રાઉન્ડ ફાયરિંગ થયાની વાત સામે આવી છે.આરોપી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે,આરોપીએ અગાઉ પણ પિસ્તલથી ફાયરિંગ કર્યા છે કે નહી તેને લઈ તપાસ આદરી છે.


પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ

આરોપીએ હવામાં ફાયરિંગ કરીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી,પરંતુ આરોપી કયાય ભાગે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો,ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખવી તે ગંભીર ગુનો છે કોઈ સામાન્ય ગુનો નથી,પોલીસ પણ આવા બોગસ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.પોશ વિસ્તારમાં ઘણી વાર નબીરાઓ ભાન ભૂલીને આવી કરતૂત કરતા હોય છે અને પોલીસને દોડતી કરે છે.