Ahmedabad:ધોરણ 11-12ના છ વિષયોમાં શિક્ષકોની 851જગ્યામાં લાયક ઉમેદવાર જ ન મળ્યા

Sep 12, 2025 - 07:30
Ahmedabad:ધોરણ 11-12ના છ વિષયોમાં શિક્ષકોની 851જગ્યામાં લાયક ઉમેદવાર જ ન મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ધોરણ.11 અને 12ના શિક્ષકોની ભરતીમાં 6 જેટલા વિષયમાં શિક્ષકોની 851 જગ્યામાં લાયક ઉમેદવારો મળ્યા જ નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ટાટ-HSમાં સાઇકોલોજી, સોશિયોલોજી, અંગ્રેજી, ફિલોસોફી, સ્ટેટેસ્ટિક્સ અને કૃષિમાં 120 કે એનાથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારો આ વિષયોમાં પૂરતા ન મળતા બેઠકો ખાલી પડી છે.

રાજ્ય શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં બુધવારના રોજ વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં 4,095 જગ્યાની ભરતી સામે 3,240 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી 3,050 જેટલા ઉમેદવાર શાળામાં હાજર થયા છે અને 1,045 જગ્યા ખાલી પડી છે. આ ખાલી પડેલી જગ્યાઓ પૈકી 851 જેટલી જગ્યામાં યોગ્ય લાયક ઉમેદવારો જ મળ્યા નથી. જેથી એ સિવાયની જગ્યા માટે વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરી 532 ઉમેદવારનો સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.11-12ના શિક્ષકની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-HS દ્વિસ્તરીય લેવાઈ હતી. દ્વિસ્તરીય પરીક્ષાની 200 ગુણની મેઇન્સમાં પાસિંગ માર્કસ 120 નક્કી કરાયા હતા. છેલ્લે વર્ષ-2023માં લેવાયેલી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 41,250 ઉમેદવાર પૈકી 15,233 ઉમેદવારઓએ 120 કે એનાથી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા, પરંતુ શિક્ષકોની ભરતી વિષય મુજબ થતી હોય છે અને પરીક્ષા પણ વિષય મુજબ લેવાતી હોય છે. જેથી સાઇકોલોજી, સોશિયોલોજી, અંગ્રેજી, ફિલોસોફી, સ્ટેટેસ્ટિક્સ અને કૃષિ જેવા વિષયોમાં ટાટ-HS પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ખૂબ ઓછી હતી. જેના કારણે સરકારે ભરતીની જાહેરાત તો કરી, પરંતુ ઉમેદવારો ન મળતા બેઠકો ખાલી પડી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0