Ahemdabad: મેઘાણીનગરમાં લગ્નપ્રસંગ હોવાથી રસ્તો બંધ કરાતા ચાર શખ્સોએ બે ભાઈઓને ફટકાર્યા

May 28, 2025 - 03:00
Ahemdabad: મેઘાણીનગરમાં લગ્નપ્રસંગ હોવાથી રસ્તો બંધ કરાતા ચાર શખ્સોએ બે ભાઈઓને ફટકાર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેઘાણીનગરમાં પરિવારના લગ્ન હોવાથી મંડપ અને સ્ટેજ ઘર અને આસપાસની જગ્યામાં બાંધ્યો હતો. જો કે, તેના કારણે અમૂક લોકોના ઘરે જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. આ બાબતે ઝઘડો થયો હતો. જેમાં બન્નેભાઇઓને પાઇપથી ફ્ટકારતા હોસ્પિટલમાં લઇ જવા પડયા હતા. આ અંગે યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.

મેઘાણીનગરમાં 41 વર્ષિય હરિસિંગ ભદોરીયા ગઇકાલે બપોરે રિક્ષા લઇ ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં રહેતા ધર્મેશ પટણીના ઘરે લગ્ન હોવાથી ત્યાં મંડપ તથા સ્ટેજ બાંધેલ હતું. ઉપરાંત તેમના ઘર પાસે જવાનો રસ્તો પણ બ્લોક કરી દીધો હતો. હરિસિંગના મોટાભાઇ રાજકુમારસિંગે ધર્મેશને બોલાવ્યો હતો અને ઘર પાસે આવવા જવાનો રસ્તો રાખવાનું કહેવા લાગ્યા હતા. ત્યારે ધર્મેશે જણાવ્યું કે, આજે જગ્યા નહીં થાય. જો કે, ધર્મેશે હરિસિંગ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલીને મારા મારી કરી હતી. આ દરમ્યાન એક વ્યક્તિ લોખંડની પાઇપ લઇ રાજકુમારસિંગને મારી હતી. પછી ધર્મેશભાઇએ પાઇપથી હરીસિંગ પર હુમલો કર્યો હતો જેમાં હાથ અને માથાના ભાગે ઇજા થઇ હતી. આ સમયે ધર્મેશભાઇએ હવે પછી અમારા કામમાં દખલગીરી કરશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0