Ahemdabad: એડ-એજન્સી ધરાર કરોડો ના જ ચૂકવે,અધિકારીઓ કટકી કરેને બોજ ઉપાડે પ્રજા
સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં ભ્રષ્ટ અધિકારીઓની જ કેમિકલ ફેક્ટરીના માલિકો સાથેની મિલીભગતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે ધરાર નિષ્ફળ નિવડી રહ્યું છે.તે જ હાલત શહેરમાં અનેક જાહેર સ્થળોએ, સરકારની માલિકીના સ્થાનો પર હોર્ડીંગ્સ લગાવવાના એગ્રિમેન્ટ કર્યા બાદ એડ્વર્ટાઈઝમેન્ટ એજન્સીઝ પાસેથી લેણાં વસૂલવામાં પણ AMC ધરાર નિષ્ફળ નિવડી છે. બધા જાણે જ છે કે, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને જાહેરખબરની એજન્સીઓ વચ્ચેની મિલીભગતથી હજુ પણ સવાસો કરોડ જેટલી બાકી લેણાની રકમ વસૂલી શકાતી નથી. એડ એજન્સી ધરાર કરોડોની રકમ ચૂકવતી નથી, આ ચૂકવણી વસૂલ કરવા કોર્પોરેશનના અધિકારીઓ એડ એજન્સી સાથે હાથ મિલાવી લે છે અને આ બંનેનો નાણાંકીય બોજ કરવેરો ચૂકવતા શહેરના નાગરિકોએ વેંઢારવો પડે તેવી હાલત છે. છતાં આની સામે પોતે ટટ્ટાર કરોડરજ્જુ સાથે ઊભા રહી કોરડો વીંઝી શકે તેવા અધિકારી ક્યાંય દેખાતા જ નથી. AMCને સત્તાની સભાનતા નથી કે ભ્રષ્ટાચારે માયકાંગલા બનાવ્યા છે એકલદોકલ મકાન માલિક પોતાના રહેઠાણ કે નાનો વેપારી પોતાના વ્યવસાયની જગ્યાનો એકાદ વર્ષનો મિલકતવેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો એસ્ટેટ વિભાગ એકપળનો પણ વિલંબ કર્યા વિના આ પ્રોપર્ટી સીલ કરવા દોડી જાય છે. તો એડ એજન્સીઓએ જાહેર જગ્યાઓનો ઉપયોગ કરી જે જાહેરાતો મૂકી, હોર્ડીંગ્સ ચડાવ્યા તેનું ભાડું ચૂકવવામાં કરોડો રૂપિયા ચઢી જાય છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ કેમ કશું કરતાં નથી? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશનને પોતાની પાસે શું સત્તા છે તેની સભાનતા નથી અથવા તો ભ્રષ્ટાચારમાં એટલા લીન થયેલા છે કે, સત્તા વાપરવામાં માયકાંગલા બની ગયા છે. આ પાંચ સણસણતા પ્રશ્નોના જવાબ આપવાની હિંમત છે AMCમાં ? રૂપિયા બાકી હોવા છતાં જે તે એજન્સીને જ કેમ ટેન્ડર આપવામાં આવે છે ? આવી કંપનીઓને બ્લેકિ લિસ્ટ કરતાં કોર્પોરેશન કેમ ખચકાય છે ? રૂપિયા બાકી છે તેવી એજન્સીઓ સામે કડક પગલાં ભરવાથી કોર્પોરેશન કેમ ખચકાય છે ? કોર્પોરેશનને નુકશાન કરાવતા અધિકારીઓ અને લૂંટનો પરવાનો આપનારાઓ પર પગલાં ક્યારે ? લાખોનો ટેક્સ ન ભરવા છતાં આવી એડ એજન્સીની પ્રાઈવેટ સાઈટ રિન્યૂ કરવામાં કોર્પોરેશનને કઈ મજબૂરી નડે છે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં ભ્રષ્ટ અધિકારીઓની જ કેમિકલ ફેક્ટરીના માલિકો સાથેની મિલીભગતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે ધરાર નિષ્ફળ નિવડી રહ્યું છે.
તે જ હાલત શહેરમાં અનેક જાહેર સ્થળોએ, સરકારની માલિકીના સ્થાનો પર હોર્ડીંગ્સ લગાવવાના એગ્રિમેન્ટ કર્યા બાદ એડ્વર્ટાઈઝમેન્ટ એજન્સીઝ પાસેથી લેણાં વસૂલવામાં પણ AMC ધરાર નિષ્ફળ નિવડી છે. બધા જાણે જ છે કે, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને જાહેરખબરની એજન્સીઓ વચ્ચેની મિલીભગતથી હજુ પણ સવાસો કરોડ જેટલી બાકી લેણાની રકમ વસૂલી શકાતી નથી. એડ એજન્સી ધરાર કરોડોની રકમ ચૂકવતી નથી, આ ચૂકવણી વસૂલ કરવા કોર્પોરેશનના અધિકારીઓ એડ એજન્સી સાથે હાથ મિલાવી લે છે અને આ બંનેનો નાણાંકીય બોજ કરવેરો ચૂકવતા શહેરના નાગરિકોએ વેંઢારવો પડે તેવી હાલત છે. છતાં આની સામે પોતે ટટ્ટાર કરોડરજ્જુ સાથે ઊભા રહી કોરડો વીંઝી શકે તેવા અધિકારી ક્યાંય દેખાતા જ નથી.
AMCને સત્તાની સભાનતા નથી કે ભ્રષ્ટાચારે માયકાંગલા બનાવ્યા છે
એકલદોકલ મકાન માલિક પોતાના રહેઠાણ કે નાનો વેપારી પોતાના વ્યવસાયની જગ્યાનો એકાદ વર્ષનો મિલકતવેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો એસ્ટેટ વિભાગ એકપળનો પણ વિલંબ કર્યા વિના આ પ્રોપર્ટી સીલ કરવા દોડી જાય છે. તો એડ એજન્સીઓએ જાહેર જગ્યાઓનો ઉપયોગ કરી જે જાહેરાતો મૂકી, હોર્ડીંગ્સ ચડાવ્યા તેનું ભાડું ચૂકવવામાં કરોડો રૂપિયા ચઢી જાય છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ કેમ કશું કરતાં નથી? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશનને પોતાની પાસે શું સત્તા છે તેની સભાનતા નથી અથવા તો ભ્રષ્ટાચારમાં એટલા લીન થયેલા છે કે, સત્તા વાપરવામાં માયકાંગલા બની ગયા છે.
આ પાંચ સણસણતા પ્રશ્નોના જવાબ આપવાની હિંમત છે AMCમાં ?
રૂપિયા બાકી હોવા છતાં જે તે એજન્સીને જ કેમ ટેન્ડર આપવામાં આવે છે ?
આવી કંપનીઓને બ્લેકિ લિસ્ટ કરતાં કોર્પોરેશન કેમ ખચકાય છે ?
રૂપિયા બાકી છે તેવી એજન્સીઓ સામે કડક પગલાં ભરવાથી કોર્પોરેશન કેમ ખચકાય છે ?
કોર્પોરેશનને નુકશાન કરાવતા અધિકારીઓ અને લૂંટનો પરવાનો આપનારાઓ પર પગલાં ક્યારે ?
લાખોનો ટેક્સ ન ભરવા છતાં આવી એડ એજન્સીની પ્રાઈવેટ સાઈટ રિન્યૂ કરવામાં કોર્પોરેશનને કઈ મજબૂરી નડે છે?