Agriculture News : ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની સમયમર્યાદામાં વધારો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.૨૨.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ (VCE) મારફતે પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. તદુપરાંત ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવતા, વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને ટેકાના ભાવે પોતાના પાકની ખરીદી સુનિશ્ચિત કરી શકશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે તા. ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે તા. ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેથી રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા ૧૮ ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર ૫ ટકા કરવામાં આવ્યો
તેવી જ રીતે, સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા ૧૨ ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા ૧૮ ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર ૫ ટકા કરવામાં આવ્યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાંખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
What's Your Reaction?






