Agriculture : પ્રાકૃતિક કૃષિ પદ્ધત્તિથી સરગવાનુ વાવેતર કરીને મેળવો પૌષ્ટિક આહાર
સરકાર દ્વારા કરવામાં આવતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને હવે સૌ-કોઈ સમજતા થયા છે. અને દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિના મહત્વને પ્રાધાન્ય આપતા થયા છે. ત્યારે આ લેખમાં આવો જાણીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધત્તિથી સરગવાના વિશેષ મહત્વ અને વાવેતર કરવાની રીત વિશે.ફળઝાડના બગીચામાં સરગવાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.સરગવો બહુ જ ઝડપથી વધતું વૃક્ષ છે સરગવો તેનાં મૂળના માધ્યમથી વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં નાઈટ્રોજન પાડોશના ફળ આપતા વૃક્ષને ઉપલબ્ધ કરાવે છે. તેનાથી આચ્છાદન માટે પૂરતા પ્રમાણમાં કાષ્ટ પદાર્થો મળી જાય છે. સરગવો મુખ્ય પાકના રૂપમાં લગાવેલા ફળઝાડને જરૂરી છાંયડો પણ ઉપલબ્ધ કરાવવાની સાથો સાથ તેજ હવાને રોકે પણ છે. સરગવાનાં કોમળ લીલા પત્તા તેમ જ સફેદ ફૂલોની શાકભાજી પણ બને છે. જે અત્યંત પૌષ્ટિક હોય છે. પાલતુ પ્રાણીઓને તેનાં પાન ખવડાવવામાં આવે છે. જેનાથી દુધાળા પશુઓનું દૂધ પણ વધે છે ફેબ્રુઆરી—માર્ચ મહિનામાં તેના ઉપર ફૂલ આવે છે. અને એપ્રિલ-મે મહિનામાં સિંગો આવે છે. સરગવાની સિંગો વિટામિનનો ભંડાર છે. સિંગોની લંબાઈ ૨ થી ૨.૫ ફૂટ હોય છે. તેની અંદર પલ્પ ભરેલો હોય છે. વર્ષમાં બે વખત તેનું ઉત્પાદન મળે છે. જેનાથી શરૂઆતથી જ પ્રતિ એકર ૧૦ થી ૨૦ ટન સુધીનું ઉત્પાદન ખેડૂતને પ્રાપ્ત થાય છે. એક વખત તેને વાવ્યા પછી ૩થી ૪ વર્ષ સુધી ઉત્પાદન મળતું રહે છે. મુખ્ય પાકના રૂપમાં વાવેલા ફળઝાડની બાલ્યાવસ્થામાં જ સરગવા દ્વારા આવક મળવાની શરૂ થઈ જાય છે. સરગવાનુ મહત્વસરગવાના વૃક્ષના મૂળમાંથી જે દ્રવ્ય સ્ત્રવિત થાયછે, તેમાં સૂત્ર કૃમિને નાશ કરનાર ગુણ હોય છે. સરગવાનાં પાન, ડાળી, છાલ અને બીજમાં કૃમિનાશક ગુણ હોય છે. તેના પાનના રસમાં સૂક્ષ્મ જંતુનાશક તથા ફુગનાશક ગુણ પણ હોય છે. પાણીને શુદ્ધ કરવા માટે સરગવાના બીજનો પાવડર અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ગ્રામીણ લોકો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે. જ્યાં તેના ઉપયોગને લીધે પાણીમાં ઉપસ્થિત સૂક્ષ્મ જીવો મરે છે, તેમ જ ફટકડીમાં ઉપસ્થિત એલ્યુમિનિયમ નામનો ઝેરી પદાર્થ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે નગરો અને મહાનગરોમાં પાણીને શુદ્ધ કરવા માટે બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના દ્વારા શુદ્ધ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ કરવાથી આંતરડાઓમાં તેનો ખરાબ પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં સરગવાનાં બીજનો પાવડર હાનીરહિત અને પાણી શુદ્ધ કરનાર છે.સરગવાની શાકભાજી પચવામાં હલકી, અગ્નિવર્ધક હોવાથી ભૂખ વધારનાર, ધાતુને પુષ્ટ કરવાવાળી, હૃદયને બળ આપનારી દિવ્ય ઔષધી પણ છે. આયુર્વેદના ગ્રંથોમાં તેના ગુણોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. સરગવાની વાવણી સરગવાના બીજ વાવીને અથવા તેના વૃક્ષની ડાળીને વાવીને પણ સરગવો ઉગાડી શકાય છે. ડાળી ૩ ફૂટ (લગભગ બે ત્રણ હાથ) લાંબી અને ૫ થી ૬ સેન્ટિમીટર (લગભગ ૩ આંગળ) જાડી હોવી જોઈએ. તેના બીજને વાવવાની ચોક્કસ જગ્યા ઉપર બીજને બીજામૃત માવજત કરીને વાવી દો. બીજ વાવતાં પહેલાં બીજામૃતમાં બીજને ૨૪ કલાક પલાળી રાખો. બે હારની વચ્ચે ૬ થી ૧૨ ફૂટ સુધી અંતર રાખો. આ અંતર મુખ્ય ફળપાક અને અન્ય આંતરપાકના વાવેતર અંતર ઉપર આધાર રાખે છે. સરગવાનાં વૃક્ષો પર નિરંતર ડાળીઓ વધતી રહે છે જ્યાં સુધી તેનું ઝાડ મુખ્ય ફળઝાડના અગ્રભાગની ઉપર બે ફૂટ સુધી વધે નહીં ત્યાં સુધી તેની ડાળીઓ કાપતા રહો. જ્યારે તે પર્યાપ્ત ઊંચાઈ સુધી પહોંચી જાય ત્યારે તેને ઉપર ફેલાવવા દો. એ રીતે તે મુખ્ય ફળઝાડને છાંયો આપવા માટેનો આધાર બની જશે. તોડવામાં આવેલી ડાળીઓનો ઉપયોગ આચ્છાદન તરીકે કરો.આમ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરવામાં આવેલા સરગવાના વાવેતરથી અઢળક ફાયદાઓ થાય છે. રીત એક રીઝલ્ટ અનેક. આના વિશે માહિતી મેળવીને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -