72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

Jun 23, 2026 - 18:00
72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો અને વોર્ડ કચેરીઓમાં આવક સ્વીકારવાની કામગીરી કરતા 72 આઉટસોર્સ કર્મચારીઓને છૂટા કરાતા આજે કર્મચારીઓએ કમાટીબાગ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો તથા વોર્ડ ઓફિસોમાં છેલ્લા નવ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારીત સેવા આપતા 72 કર્મચારીઓને 30 જૂનથી ફરજમુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારની આજીવિકા આ રોજગાર પર નિર્ભર હોવાથી નોકરી છૂટતા આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ઊભી થશે.

કર્મચારીઓએ ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી તેમને નોકરીમાંથી છૂટા ન કરવા અથવા વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0