15 વર્ષની તરૃણી સાથે દુષ્કર્મ આચરનાર 28 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદ
સુરતઆરોપી અને પીડિતા વચ્ચે પ્રેમસબંધ હોવાથી પતિ-પત્ની તરીકે રહ્યા ઃ ભોગ બનનાર સગીર હોઈ કાયદાની દ્વષ્ટિએ તેની સંમતિ પણ નિરર્થક છેઃછ વર્ષ પહેલાં પોતાની 15 વર્ષ પાંચ માસની વય ધરાવતી સગીર પુત્રીને લગ્નની લાલચે ભગાડી જઈને ત્રણ વર્ષો સુધી પતિ-પત્ની તરીકે સાથે રહીને સંખ્યાબંધવાર દુષ્કર્મ આચરનાર 28 વર્ષીય આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(3),376(2)(એન)(જે)ના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા આરોપી દંડ ભરે તો 45 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજાર ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની 28 વર્ષીય આરોપી વિજય વાસુદેવ બલાઈ(રે.સુડા સેક્ટર-2,સચીન)ને ગઈ તા.27-6-2018ના રોજ પોતાની સાથે મજુરીકામ કરતી ફરિયાદી માતાની 15 વર્ષ પાંચ માસની વયની તરૃણીને લગ્નની લાલચે કાયદેસરના વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.આરોપીએ ભોગ બનનાર તરૃણીને સણવાદ,ઈન્દોર,દિલ્હી એમ અલગ અલગ સ્થળે પોતાની સાથે ત્રણ વર્ષ રાખીને પતિ-પત્ની તરીકેના સંબંધો રાખી એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતુ.જે અંગે ભોગ બનનારની માતાએ આરોપી વિરુધ્ધ આરોપી વિજય બલાઈ વિરુધ્ધ સચીન પોલીસમા ંનોંધાવેલી ફરિયાદના ત્રણ વર્ષ બાદ મે-2023ના રોજ ભોગબનનાર તરૃણી સાથે આરોપીને ઝડપીને જેલભેગો કરવામાં આવ્યો હતો.હાલમાં શરતી જામીન મુક્ત આરોપી વિરુદ્ધના કેસની કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવના ત્રણ વર્ષના વિલંબ બાધ થયેલી ફરિયાદનો ખુલાસો ન કરવા તથા ખોટી ફરિયાદ કર્યાનો બચાવ લીધો હતો.ખુદ ભોગ બનનારને પોતાની વય 23 વર્ષની હોવાનું ઓફીડેવિટમાં જણાવ્યું છે.જેથી બનાવ સમયે તેની ઉંમર 20 વર્ષની હોવાનું ફલિત થાય છે.આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ તથા સંમતિ હોવાનું તથા ફરિયાદપક્ષના પુરાવા વિરોધાભાસી હોઈ આરોપીને નિર્દોષ છોડવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 13 સાક્ષી તથા 32 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં સખ્તકેદ,દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે બનાવ સમયે ભોગ બનનારની વય 14 વર્ષ 8 માસની હોઈ આરોપીએ ત્રણ વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહેવા દરમિયાન સંખ્યાબંધ વાર શરીરસંબંધ બાંધ્યા છે.બંને વચ્ચે પ્રેમસંબંધ હોવા છતાં ભોગ બનનાર સગીર હોય તેની સંમતિ પણ કાયદાની દ્વષ્ટિએ નિરર્થક છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત
આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમસબંધ હોવાથી પતિ-પત્ની તરીકે
રહ્યા ઃ ભોગ બનનાર સગીર હોઈ કાયદાની દ્વષ્ટિએ તેની સંમતિ પણ નિરર્થક છેઃ
છ વર્ષ પહેલાં પોતાની 15 વર્ષ પાંચ માસની વય ધરાવતી સગીર પુત્રીને લગ્નની લાલચે ભગાડી જઈને ત્રણ વર્ષો સુધી પતિ-પત્ની તરીકે સાથે રહીને સંખ્યાબંધવાર દુષ્કર્મ આચરનાર 28 વર્ષીય આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(3),376(2)(એન)(જે)ના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા આરોપી દંડ ભરે તો 45 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજાર ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.
મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની 28 વર્ષીય આરોપી વિજય વાસુદેવ બલાઈ(રે.સુડા સેક્ટર-2,સચીન)ને ગઈ તા.27-6-2018ના રોજ પોતાની સાથે મજુરીકામ કરતી ફરિયાદી માતાની 15 વર્ષ પાંચ માસની વયની તરૃણીને લગ્નની લાલચે કાયદેસરના વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.આરોપીએ ભોગ બનનાર તરૃણીને સણવાદ,ઈન્દોર,દિલ્હી એમ અલગ અલગ સ્થળે પોતાની સાથે ત્રણ વર્ષ રાખીને પતિ-પત્ની તરીકેના સંબંધો રાખી એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતુ.જે અંગે ભોગ બનનારની માતાએ આરોપી વિરુધ્ધ આરોપી વિજય બલાઈ વિરુધ્ધ સચીન પોલીસમા ંનોંધાવેલી ફરિયાદના ત્રણ વર્ષ બાદ મે-2023ના રોજ ભોગબનનાર તરૃણી સાથે આરોપીને ઝડપીને જેલભેગો કરવામાં આવ્યો હતો.હાલમાં શરતી જામીન મુક્ત આરોપી વિરુદ્ધના કેસની કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવના ત્રણ વર્ષના વિલંબ બાધ થયેલી ફરિયાદનો ખુલાસો ન કરવા તથા ખોટી ફરિયાદ કર્યાનો બચાવ લીધો હતો.ખુદ ભોગ બનનારને પોતાની વય 23 વર્ષની હોવાનું ઓફીડેવિટમાં જણાવ્યું છે.જેથી બનાવ સમયે તેની ઉંમર 20 વર્ષની હોવાનું ફલિત થાય છે.આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ તથા સંમતિ હોવાનું તથા ફરિયાદપક્ષના પુરાવા વિરોધાભાસી હોઈ આરોપીને નિર્દોષ છોડવા માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 13 સાક્ષી તથા 32 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં સખ્તકેદ,દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે બનાવ સમયે ભોગ બનનારની વય 14 વર્ષ 8 માસની હોઈ આરોપીએ ત્રણ વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહેવા દરમિયાન સંખ્યાબંધ વાર શરીરસંબંધ બાંધ્યા છે.બંને વચ્ચે પ્રેમસંબંધ હોવા છતાં ભોગ બનનાર સગીર હોય તેની સંમતિ પણ કાયદાની દ્વષ્ટિએ નિરર્થક છે.