10th-12th Board Exam: શિક્ષણ બોર્ડ લાગ્યુ તૈયારીઓમાં, 14.26 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાતમાં આગામી થોડા દિવસમાં શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ તૈયારીઓમાં લાગ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરિક્ષા માટે શિક્ષણ વિભાગે એક્શન પ્લાન પણ જાહેર કર્યો છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.23 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.11 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે તમને જણાવી દઈએ કે આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઈ જશે. આ વર્ષે 8.92 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે બેસશે. જેમાં 82,132 રીપીટર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા રાજ્યભરમાં 989 કેન્દ્ર પર તો ધોરણ 12ની પરીક્ષા 672 કેન્દ્ર પર લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યભરના 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 તથા 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચના રોજ યોજાશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.GSHSEBના વિનિયોગ 1974માં સુધારા કરવા શિક્ષણ વિભાગે કમિટીની કરી જાહેરાતGSHSEBના વિનિયોગ 1974માં સુધારા કરવા શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જોગવાઈમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મુશ્કેલી પડતી હતી. સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટી જરૂરી સુધારા કરવાની કામગીરી કરશે. કમિટીમાં કુલ 8 સભ્યો હશે મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના શિક્ષણ વિનિયોગ 1974માં સુધારા કરવા કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીમાં કુલ 8 સભ્યો હશે. અત્યારે આ વિનિયોગની જોગવાઈઓમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહો છે.

10th-12th Board Exam: શિક્ષણ બોર્ડ લાગ્યુ તૈયારીઓમાં, 14.26 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી થોડા દિવસમાં શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ તૈયારીઓમાં લાગ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરિક્ષા માટે શિક્ષણ વિભાગે એક્શન પ્લાન પણ જાહેર કર્યો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.23 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.11 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

તમને જણાવી દઈએ કે આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઈ જશે. આ વર્ષે 8.92 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે બેસશે. જેમાં 82,132 રીપીટર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા રાજ્યભરમાં 989 કેન્દ્ર પર તો ધોરણ 12ની પરીક્ષા 672 કેન્દ્ર પર લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યભરના 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 તથા 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચના રોજ યોજાશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.

GSHSEBના વિનિયોગ 1974માં સુધારા કરવા શિક્ષણ વિભાગે કમિટીની કરી જાહેરાત

GSHSEBના વિનિયોગ 1974માં સુધારા કરવા શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જોગવાઈમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મુશ્કેલી પડતી હતી. સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટી જરૂરી સુધારા કરવાની કામગીરી કરશે.

કમિટીમાં કુલ 8 સભ્યો હશે

મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના શિક્ષણ વિનિયોગ 1974માં સુધારા કરવા કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીમાં કુલ 8 સભ્યો હશે. અત્યારે આ વિનિયોગની જોગવાઈઓમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહો છે.