હીરાવાડી પાસે મોપેડ સ્લીપ ખાતા યુવક રોડ ઉપર પટકાયો, ટ્રકના ટાયર નીચે કચડાતાં મોત

પૂર્વ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. યુવક ઠક્કરનગરક પાસે હીરાવાડીથી પસાર થઇ રહ્યો  હતો ત્યારે અચાનક મોપેડ સ્લીપ ખાતા યુવક રોડ ઉપર પટકાયો હતો. દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રક નીચે આવી જતાં ટાયર નીચે કચડાતાં મોત થયું હતું.  આ બનાવ અંગે ટ્રાફિક  જી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવક રોડ પર પટકાતાં પૂર ઝડપે આવી રહેલી ટ્રક નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સ્થળ પર મોત ઃ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરીકૃષ્ણનગરમાં રહેતો યુવક તારીખ ૨૫ સપ્ટેમ્બરેના રોજ સવારના સમયે એક્ટિવા લઈને હીરાવાડીથી જી. ડી. હાઈસ્કુલ તરફના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમનું એક્ટિવા અચાનક સ્લીપ ખાતા યુવક રોડ પટકાયો હતો.  દરમિયાન તેમની પાછળથી આવતા ટ્રકનું ટાયર શરીર ઉપર ફળી વળ્યું હતું.જેના કારણે માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં યુવકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે લોકો એકઠા થયા હતા આ સમયે ટ્રકનો ડ્રાઇવર ટ્રક લઇને નાસી ગયો હતો. આ ઘટના ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

હીરાવાડી પાસે મોપેડ સ્લીપ ખાતા યુવક રોડ ઉપર પટકાયો, ટ્રકના ટાયર નીચે કચડાતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પૂર્વ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. યુવક ઠક્કરનગરક પાસે હીરાવાડીથી પસાર થઇ રહ્યો  હતો ત્યારે અચાનક મોપેડ સ્લીપ ખાતા યુવક રોડ ઉપર પટકાયો હતો. દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રક નીચે આવી જતાં ટાયર નીચે કચડાતાં મોત થયું હતું.  આ બનાવ અંગે ટ્રાફિક  જી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

યુવક રોડ પર પટકાતાં પૂર ઝડપે આવી રહેલી ટ્રક નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સ્થળ પર મોત ઃ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

કૃષ્ણનગરમાં રહેતો યુવક તારીખ ૨૫ સપ્ટેમ્બરેના રોજ સવારના સમયે એક્ટિવા લઈને હીરાવાડીથી જી. ડી. હાઈસ્કુલ તરફના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમનું એક્ટિવા અચાનક સ્લીપ ખાતા યુવક રોડ પટકાયો હતો.  દરમિયાન તેમની પાછળથી આવતા ટ્રકનું ટાયર શરીર ઉપર ફળી વળ્યું હતું.

જેના કારણે માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં યુવકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે લોકો એકઠા થયા હતા આ સમયે ટ્રકનો ડ્રાઇવર ટ્રક લઇને નાસી ગયો હતો. આ ઘટના ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.