હાઉસીંગ બોર્ડમાં મકાનની લાલચ આપી છેતરપિડી કરનાર બે ભાઇ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
ગુજરાત હાઉસીંગ બોર્ડમાં સસ્તામાં મકાન અપાવવાનું કહીને ૨૦થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી કરવાના કેસમાં ફરાર બે ભાઇઓને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં છેતરપિંડીના આ કૌભાંડમાં તેમને હાઉસીંગ બોર્ડના મકાન ફાળવણીના બનાવટી પત્ર તૈયાર કરી આપનાર યુવકની સંડોવણી ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ચાંદલોડીયામાં આવેલા ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા રવિ ભારદ્વાજ તેમજ અન્ય એક વ્યક્તિ સાથે આનંદનગરમાં આવેલા આશાકિરણ ફ્લેટમાં રહેતા વિશાંત શાહ અને વંદિત શાહ તેમજ પૂર્વ શાહે (ઓલીવ ગ્રીન્સ, ગોતા) ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઓછી કિંમતમાં ફ્લેટ અપાવવાનું કહીને કુલ ૧૦ લાખની રોકડ લઇને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં આનંદનગર પોલીસે અગાઉ પૂર્વ શાહની ધરપકડ કરીને તેેને જેલ હવાલે કર્યો હતો.
What's Your Reaction?






