હવે 'ડિજિટલ ડેટા' પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar Court Judgment On Digital Data: ટેકનોલોજીના આધુનિક યુગમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની ભૌતિક સંપત્તિના વારસા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ડિજિટલ ડેટાનું શું? આ જટિલ પ્રશ્ન પર ગાંધીનગરની અદાલતે એક અત્યંત પ્રગતિશીલ અને દૂરગામી અસર ધરાવતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિનો આઈફોન, એપલ આઈડી અને આઈક્લાઉડ એકાઉન્ટમાં રહેલો ડેટા એ તેમની ‘વારસાગત એસ્ટેટ’નો જ ભાગ છે અને તેના પર વારસદારોનો કાનૂની હક્ક છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત અનુસાર, એક વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને આઈફોન અને આઈક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ફેમિલી ફોટોગ્રાફ્સ, વિડિયોઝ, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને વોઇસ નોટ્સની જરૂરિયાત ઊભી થઈ હતી. જ્યારે પરિવારે આ ડેટા મેળવવા માટે ટેક જાયન્ટ 'એપલ' (Apple) કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ સુરક્ષા અને પ્રાઇવસીની નીતિઓ ટાંકીને કોર્ટના સત્તાવાર આદેશ વગર ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

