સોલડીની સીમમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી ન આપવા 24 ગામમાં રેલી યોજાઇ

 ધ્રાંગધ્રાના સોલડી ગામમાં બાયોમેડિકલ વેસ્ટના પ્લાન્ટને મંજૂરી આપવાની તજવીજ શરૂ થતા સોલડી સહિત આજુબાજુના 24 ગામડાના લોકોના આરોગ્યને અને ફળદ્રુપ જમીનને અસર થતી હોવાથી ગામે ગામ રેલી કાઢી પ્લાન્ટને મંજૂરી નહી આપવાની લોકોની માંગ ઉઠી છે.પ્રાપ્ત વિગતો અનુસાર બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટથી ખુબ પ્રદૂષીત વાતાવરણ ઉભુ થવાના કારણે લોકોના આરોગ્ય અને ફળદ્રુપજમીનને મોટાપાયે નુકશાન થતુ હોવાથી કોઇ ગામડા વાળા પોતાના ગામ નજીક આ પ્લાન્ટની મંજૂરી આપવા દેતા નથી.એવામાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં મોટો બાયોમેડીકલવેસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરીની તજવીજ ચાલુ કરી દેતા સોલડીસહિત આજુબાજુના 24 ગામડાના લોકોએ આ પ્લાન્ટને મંજૂરી નહી આપવાની મુહીમ ચલાવી છે. પ્લાન્ટને મંજૂરી નહી આપવા માટે યુવાનો દ્વારા 24 ગામડામાં બાઇક રેલી દ્વારા પ્લાન્ટનો ખુલ્લો વિરોધ કરી રહયા છે.બીજી તરફ આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે તો 24 ગામડાના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવાની પણ ચીમકી આપી છે.બીજી તરફ આ પ્લાન્ટમાં મોટા ભાજપના નેતાની ભાગીદારી હોવાનો પણ ગણગણાટ ચાલી રહયો છે.હવે આજુબાજુના 24 ગામડાના લોકો એકસાથે આ બાયોમેડીકલ પ્લાન્ટનો વિરોધ કરી રહયા છે ત્યારે હવે તંત્ર દ્વારા આ પ્લાન્ટને મંજૂરી અપાય છે કે કેમ એની સામે સૌને નજર મંડાયેલી છે. આજુબાજુની જમીનના ભાવ તળીયે બેસી જશે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી અપાશે તો આ પ્લાન્ટના કારણે ફળદ્રુપ જમીનને પણ કાયમી નુકસાન થતુ હોવાથી દાડમ, જીરા, કપાસ સહિતના પાકનો ખાત્મો થઇ શકે જેથી પ્લાન્ટની આજુબાજુની જમીનના ભાવ પણ તળીયે જઇ શકે છે.

સોલડીની સીમમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી ન આપવા 24 ગામમાં રેલી યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 ધ્રાંગધ્રાના સોલડી ગામમાં બાયોમેડિકલ વેસ્ટના પ્લાન્ટને મંજૂરી આપવાની તજવીજ શરૂ થતા સોલડી સહિત આજુબાજુના 24 ગામડાના લોકોના આરોગ્યને અને ફળદ્રુપ જમીનને અસર થતી હોવાથી ગામે ગામ રેલી કાઢી પ્લાન્ટને મંજૂરી નહી આપવાની લોકોની માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટથી ખુબ પ્રદૂષીત વાતાવરણ ઉભુ થવાના કારણે લોકોના આરોગ્ય અને ફળદ્રુપજમીનને મોટાપાયે નુકશાન થતુ હોવાથી કોઇ ગામડા વાળા પોતાના ગામ નજીક આ પ્લાન્ટની મંજૂરી આપવા દેતા નથી.એવામાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં મોટો બાયોમેડીકલવેસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરીની તજવીજ ચાલુ કરી દેતા સોલડીસહિત આજુબાજુના 24 ગામડાના લોકોએ આ પ્લાન્ટને મંજૂરી નહી આપવાની મુહીમ ચલાવી છે.

પ્લાન્ટને મંજૂરી નહી આપવા માટે યુવાનો દ્વારા 24 ગામડામાં બાઇક રેલી દ્વારા પ્લાન્ટનો ખુલ્લો વિરોધ કરી રહયા છે.બીજી તરફ આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે તો 24 ગામડાના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવાની પણ ચીમકી આપી છે.બીજી તરફ આ પ્લાન્ટમાં મોટા ભાજપના નેતાની ભાગીદારી હોવાનો પણ ગણગણાટ ચાલી રહયો છે.હવે આજુબાજુના 24 ગામડાના લોકો એકસાથે આ બાયોમેડીકલ પ્લાન્ટનો વિરોધ કરી રહયા છે ત્યારે હવે તંત્ર દ્વારા આ પ્લાન્ટને મંજૂરી અપાય છે કે કેમ એની સામે સૌને નજર મંડાયેલી છે.

આજુબાજુની જમીનના ભાવ તળીયે બેસી જશે

બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી અપાશે તો આ પ્લાન્ટના કારણે ફળદ્રુપ જમીનને પણ કાયમી નુકસાન થતુ હોવાથી દાડમ, જીરા, કપાસ સહિતના પાકનો ખાત્મો થઇ શકે જેથી પ્લાન્ટની આજુબાજુની જમીનના ભાવ પણ તળીયે જઇ શકે છે.