સેશન્સ કોર્ટે હત્યામાં સંડોવાયેલા પિતા અને તેના પુત્રની જામીન અરજી ફગાવી

અમદાવાદ,રવિવારશહેરના મિરઝાપુર વિસ્તારમાં  ૧૩ મહિના પહેલા અબ્દુલકરીમ પઠાણ અને તેના ત્રણ પુત્રોએ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦ જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસના તમામ આરોપીઓ અગાઉ અનેકવાર નીચલી કોર્ટથી માંડીને હાઇકોર્ટ સુધી જામીને અને પેરોલ માટે અરજી કરી ચુક્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી નહોતી. ત્યારે સેશન્સ કોર્ટે અબ્દુલકરીમ પઠાણ અને પુત્ર ઇમરાન પઠાણની જામીન અરજી વધુ એકવાર નકારી કાઢી હતી. મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમની આશરે ૧૩ મહિના પહેલા અબ્દુલકરીમ  અને તેના ત્રણ પુત્રો ઇમરાન તેમજ અન્ય બે પુત્રોએ સાથે મળીને છરીને ૪૦થી ઘા મારીને હત્યા કરી હતી.

સેશન્સ કોર્ટે હત્યામાં સંડોવાયેલા પિતા અને તેના પુત્રની જામીન અરજી ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના મિરઝાપુર વિસ્તારમાં  ૧૩ મહિના પહેલા અબ્દુલકરીમ પઠાણ અને તેના ત્રણ પુત્રોએ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦ જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસના તમામ આરોપીઓ અગાઉ અનેકવાર નીચલી કોર્ટથી માંડીને હાઇકોર્ટ સુધી જામીને અને પેરોલ માટે અરજી કરી ચુક્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી નહોતી. ત્યારે સેશન્સ કોર્ટે અબ્દુલકરીમ પઠાણ અને પુત્ર ઇમરાન પઠાણની જામીન અરજી વધુ એકવાર નકારી કાઢી હતી. મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમની આશરે ૧૩ મહિના પહેલા અબ્દુલકરીમ  અને તેના ત્રણ પુત્રો ઇમરાન તેમજ અન્ય બે પુત્રોએ સાથે મળીને છરીને ૪૦થી ઘા મારીને હત્યા કરી હતી.