સુરત વિદ્યાર્થિની આપઘાત કેસમાં સ્કૂલનો દાવો સાબિત થયો પોકળ, પ્રિન્સિપાલનો ઓડિયો થયો વાઈરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે વાલીએ આરોપ લગાવ્યો હતો કે, શાળાની ફી સમયસર ન ભરવાના કારણે વિદ્યાર્થિનીને શાળાના સંચાલકો દ્વારા જાહેરમાં શિક્ષા કરી અપમાનિત કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો છે. જોકે, બીજી બાજુ શાળા તરફથી આ વાતને નકારી દેવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શાળાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે વાત ખોટી અને પાયાવિહોણી છે.
What's Your Reaction?






