સુરત મ્યુનિ. કમિશનરે 2025-26નું અંદાજે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું : બજેટમાં 4562 કરોડના કેપિટલ કામો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation Budget : સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડના વધારા સાથે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 9603 કરોડનું રજુ કર્યું છે. પાલિકા કમિશનરે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું. બજેટમાં 4562 કરોડ કેપિટલ કામો રજુ કરવામાં આવ્યા છે. જોકે, પ્રોજેક્ટમાં નવા મોટા પ્રોજેક્ટ જોવા મળતા નથી પરંતુ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ છે તેના પર વધુ ભાર મુકવામા આવ્યો છે. પાલિકા કમિશનરે નવા મોટા પ્રોજે્કટ નહી મુકીને બજેટને વાસ્તવિક બનાવવા પ્રયાસ કર્યો છે. પાલિકાના હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સહિત વિકાસ કાર્યો પર 868 કરોડના વધારા સાથે તબક્કાવાર 5481 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે.
What's Your Reaction?






