સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકામાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીત બાદ હવે શિક્ષણ સમિતિની રચનાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે સૌથી મહત્વની બાબત એ બની છે કે શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ જ નહીં, પરંતુ 12 સભ્યોના નામ પણ શહેર ભાજપ નહીં, સીધી પ્રદેશ નેતાગીરી નક્કી કરશે. જેના કારણે શહેર ભાજપની ભૂમિકા માત્ર દાવેદારોના બાયોડેટા એકત્ર કરવા સુધી જ મર્યાદિત રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપમાં ભારે પડાપડી શરૂ થઈ ગઈ છે. માત્ર 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો મેદાનમાં ઉતરતાં સંગઠનમાં લોબિંગ, ગોઠવણો અને રાજકીય દોડધામ તેજ બની ગઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

