સુરતીઓએ વીક એન્ડની ઉજવણી પાલિકાના ફુડ ફેસ્ટિવલમાં કરી, મોટી સંખ્યામાં સુરતીઓ ફુડ ફેસ્ટીવલમાં ઉમટ્યા
સુરત પાલિકા લાંબા સમયથી નવરાત્રીના દિવસો દરમિયાન પાલિકાના અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરે છે. સુરતની માધ્યમમાં આ જગ્યા આવી હોવાથી પાલિકાનો આ ફૂડ ફેસ્ટિવલ હીટ જઈ રહ્યો છે. તેમાં પણ ગઈ કાલના શનિવાર વીક એન્ડ માણવા સુરતીઓએ પાલિકાના ફૂડ ફેસ્ટિવલ ની પસંદગી કરી હતી અને અનેક લોકો પાલિકાના ફુડ ફેસ્ટિવલ માં ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા સાથે સાથે સુરતીઓએ ખાણી પીણીની લિજ્જત માણી હતી. સુરત શહેરમાં હવે નવરાત્રી નો માહોલ જામી રહ્યો છે ત્યારે સુરત પાલિકાએ લોકો માટે અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફુડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. સુરતમાં નગરપાલિકા આયોજિત નવરાત્રી પર્વોત્સવ નિમિત્તે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.સુરતમાં નવરાત્રી નિમિત્તે ગરબાની સાથે ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. સુરતમાં ફૂડ ફેસ્ટિવલ હોય અને લોચો અને ખમણ ન હોય તેવું બની શકે નહીં. સુરતની ઓળખ એવા ખમણ અને લોચાના સ્ટોલ સાથે સાથે આ ફૂડ ફેસ્ટિવલ માં સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, મેક્સીકન, પંજાબી સહિતની અનેક વાનગીઓના સ્ટોલ જોવા મળ્યા હતા. તેમાં પણ ગઈ કાલે શનિવાર હોવાથી સાંજથી જ ફૂડ ફેસ્ટિવલ બંધ થાય ત્યાં સુધી ફૂડ ફેસ્ટિવલ માં સુરતીઓનો જમાવડો જોવા મળ્યો હતો. મોટાભાગના સ્ટોલ પર ભીડ જોવા મળી હતી જેના કારણે સ્ટોલ રાખનારાઓને તડાકો થયો હતો. સુરતીઓએ વીક એન્ડ ની ઉજવણી માટે ફૂડ ફેસ્ટિવલ પસંદગી કરી હતી અને સુરતીઓને એક જ કેમ્પસમાં જુદી જુદી વાનગીઓ ખાવા મળી હતી. સુરતીઓએ વીક એન્ડ ની ઉજવણી ફૂડ ફેસ્ટિવલ માં કરી હોય લોકોને મજા પડવા સાથે સ્ટોલ ધારકોને પણ ફાયદો થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પાલિકા લાંબા સમયથી નવરાત્રીના દિવસો દરમિયાન પાલિકાના અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરે છે. સુરતની માધ્યમમાં આ જગ્યા આવી હોવાથી પાલિકાનો આ ફૂડ ફેસ્ટિવલ હીટ જઈ રહ્યો છે. તેમાં પણ ગઈ કાલના શનિવાર વીક એન્ડ માણવા સુરતીઓએ પાલિકાના ફૂડ ફેસ્ટિવલ ની પસંદગી કરી હતી અને અનેક લોકો પાલિકાના ફુડ ફેસ્ટિવલ માં ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા સાથે સાથે સુરતીઓએ ખાણી પીણીની લિજ્જત માણી હતી.
સુરત શહેરમાં હવે નવરાત્રી નો માહોલ જામી રહ્યો છે ત્યારે સુરત પાલિકાએ લોકો માટે અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફુડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. સુરતમાં નગરપાલિકા આયોજિત નવરાત્રી પર્વોત્સવ નિમિત્તે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.સુરતમાં નવરાત્રી નિમિત્તે ગરબાની સાથે ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓના સ્ટોલ જોવા મળી રહ્યાં છે.
સુરતમાં ફૂડ ફેસ્ટિવલ હોય અને લોચો અને ખમણ ન હોય તેવું બની શકે નહીં. સુરતની ઓળખ એવા ખમણ અને લોચાના સ્ટોલ સાથે સાથે આ ફૂડ ફેસ્ટિવલ માં સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, મેક્સીકન, પંજાબી સહિતની અનેક વાનગીઓના સ્ટોલ જોવા મળ્યા હતા. તેમાં પણ ગઈ કાલે શનિવાર હોવાથી સાંજથી જ ફૂડ ફેસ્ટિવલ બંધ થાય ત્યાં સુધી ફૂડ ફેસ્ટિવલ માં સુરતીઓનો જમાવડો જોવા મળ્યો હતો. મોટાભાગના સ્ટોલ પર ભીડ જોવા મળી હતી જેના કારણે સ્ટોલ રાખનારાઓને તડાકો થયો હતો. સુરતીઓએ વીક એન્ડ ની ઉજવણી માટે ફૂડ ફેસ્ટિવલ પસંદગી કરી હતી અને સુરતીઓને એક જ કેમ્પસમાં જુદી જુદી વાનગીઓ ખાવા મળી હતી. સુરતીઓએ વીક એન્ડ ની ઉજવણી ફૂડ ફેસ્ટિવલ માં કરી હોય લોકોને મજા પડવા સાથે સ્ટોલ ધારકોને પણ ફાયદો થયો હતો.