સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ

Jun 3, 2026 - 17:00
સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat : આબોહવા પરિવર્તનની વધતી અસર વચ્ચે દર વર્ષે ગરમી અને ભેજનું પ્રમાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. હીટવેવ, હીટ સ્ટ્રોક અને ગરમી જન્ય બીમારીના વધતા જોખમ વચ્ચે દરિયાકાંઠાના શહેરોમાં જાહેર આરોગ્ય માટે નવી પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ખુલ્લામાં કામ કરતા શ્રમિકો, લારી-ગલ્લા ધારકો, સફાઈ કર્મચારીઓ અને દૈનિક વેતન દારોની સુરક્ષા માટે અસરકારક આયોજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરતમાં બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના નિષ્ણાતોએ ગરમી અને ભેજના વધતા ખતરાનો સામનો કરવા માટે દરિયાકાંઠાના શહેરો માટે વિશેષ હીટ-હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરી હતી. 

વધતા વૈશ્વિક તાપમાન અને ભેજના કારણે જાહેર આરોગ્ય પર ઊભા થતા ગંભીર પડકારોને પહોંચી વળવા માટે બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપ’ યોજાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0