સુરતમાં બિલ્ડિંગ ધરાશાયીમાં પાંચ લોકોના મૃતદેહો બહાર કઢાયા, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ

Surat: સુરતમાં શનિવાર (06 જુલાઈ)એ સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીસુરતના સચિન વિસ્તારની GIDCમાં શનિવારે (06 જુલાઈ) સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. આ દુર્ઘટનામાં 4 પુરૂષ એક મહિલા સહિત કુલ પાંચ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂ શરુ કરી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતુંઆ બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું. એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતું. જોકે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી  દેવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે.  બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની  માહિતી મળી હતી. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાનું કહેવાય રહ્યું છે.  આ પણ વાંચો : 'કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું', રાહુલ ગાંધીનો અમદાવાદમાં હૂંકાર

સુરતમાં બિલ્ડિંગ ધરાશાયીમાં પાંચ લોકોના મૃતદેહો બહાર કઢાયા, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6 storey building collapse in surat

Surat: સુરતમાં શનિવાર (06 જુલાઈ)એ સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી

સુરતના સચિન વિસ્તારની GIDCમાં શનિવારે (06 જુલાઈ) સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. આ દુર્ઘટનામાં 4 પુરૂષ એક મહિલા સહિત કુલ પાંચ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂ શરુ કરી દેવામાં આવ્યું હતું. 

બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું

આ બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું. એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતું. જોકે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી  દેવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે.  બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની  માહિતી મળી હતી. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાનું કહેવાય રહ્યું છે.  

આ પણ વાંચો : 'કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું', રાહુલ ગાંધીનો અમદાવાદમાં હૂંકાર